આઈપીએલ સિઝન 11નો 33મો મુકાબલો આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમવામાં આવી રહ્યો છે. આ મુકાબલો આજે રાત્રે 8 કલાકે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનમાં શરૂ કરવાામાં આવ્યો છે. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લઈ ચેન્નાઈ સુપર કિંગ્સને બેટિંગ પ્રથમ કરવા આમંત્રણ આપ્યું હતું. તો ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરના અંતે પાંચ વિકેટના નુકશાને 178 રન બનાવ્યા. જેના જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 17.4 ઓવરમાં 180 રન બનાવી શાનદાર 6 વિકેટે જીત મેળવી છે.
કોલકાતા - કોણે કેટલી વિકેટ લીધી
મિચેલ જોન્સને 04 ઓવરમાં 51 રન આપી એકપણ વિકેટ ન લીધી
પિયુષ ચાવલાએ 04 ઓવરમાં 35 રન આપી બે વિકેટ લીધી
શિવમ માવીએ 03 ઓવરમાં 21 રન આપી એક પણ વિકેટ ન લીધી
સુનિલ નારાયણે 04 ઓવરમાં 20 રન આપી વિકેટ લીધી
આન્દ્રે રસેલે 01 ઓવરમાં 12 રન આપી એક પણ વિકેટ ન લીધી
કુલદીપ યાદવે 04 ઓવરમાં 34 રન આપી 01 વિકેટ લીધી