દિલ્હી ડેર ડેવિલ્સની કપ્તાની છોડ્યા બાદ ગૌતમ ગંભીરે વર્તમાન ઈન્ડીયન પ્રિમિયર લીગમાં ટીમના નિરાશાજનક પ્રદર્શનની જવાબદારી લઈ બે કરોડ 80 લાખ રૂપિયાનો પોતાનો પગાર નહીં લેવાનો નિર્ણય લીધો. આ પહેલીવાર બની રહ્યું છે કે, આઈપીએલ ટીમનો કોઈ કપ્તાન સારૂ પ્રદર્શન ન કરવા પર પોતાનો પગાર છોડી રહ્યો છે.
દિલ્હી ડેર ડેવિલલ્સને પોતાની છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આમાં કપ્તાન ગંભીર માત્ર 85 રન બનાવી શક્યો, જેમાં એક અડધીસદી પણ શામેલ છે. ત્યારબાદ ગંભીરે કપ્તાની છોડવાનો નિર્ણય લીધો. આ પુરા ઘટનાક્રમની જાણકારી રાખનાર એક સૂત્રએ નામ નહીં જણાવવાની શરતે કહ્યું કે, ગૌતમે નિર્ણય કર્યો છે કે, તે આ સિઝનમાં ફ્રેંચાઈઝી પાસેથી કોઈ પણ પ્રકારનો પગાર નહીં લે. તે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સની બાકીની મેચોમાં રમવા માટે એક પણ રૂપિયા નહીં લે.
તેમણે કહ્યું કે, ગૌતમ એવો વ્યક્તિ છે કે, જેના માટે સન્માન જ સર્વોપરી છે. તે કોઈ પૈસા લેવા નથી માંગતો. આ તેનો પર્સનલ નિર્ણય છે. એટલું જ નહીં તમને જણાવી દઈએ કે, તે કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધની મેચ બાદ જ કપ્તાની પદ પરથી હટવા માંગતો હતો. ગંભીર એક ખેલાડીના રૂપે સત્રની બાકીની મેચમાં હાજર રહેશે. અને આઈપીએલ સમાપ્ત થયા બાદ પોતાના ભવિષ્ય પર નિર્ણય લેશે.
ગંભીરે મીડિયા સામેની વાતચીતમાં કહ્યું કે, હું નથી જાણતો. આ મુદ્દે નિર્ણય કરવો હાલના સમયે મારા માટે સારો છે કે નહીં. મને આ મુદ્દે વિચાર કરવા માટે થોડો સમય આપો હું જરૂર નિર્ણય જણાવીશ. મારે જોવું પડશે કે મારી રમત કઈ દિશામાં આગળ વધી રહી છે.
કપ્તાની છોડવાની જાહેરાત કરતા ગંભીરે કહ્યું કે, અમારી ટીમ જ્યાં પણ છે, તેની હું પુરી જવાબદારી લઉં છું. મને લાગે છે કે, હું કામ પુરૂ નથી કરી શક્યો. એક લીડર તરીકે મારે જવાબદારી સ્વીકારવી જોઈએ. મને લાગે છે કે, આ સાચો સમય છે, કારણ કે અમારી પાસે હજુ પણ સમય છે. આ પૂરી રીતે મારો અંગત નિર્ણય છે. ફ્રેંચાઈઝીનું આમાં કોઈ દબાણ નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર