Home /News /cricket /

31 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાની થઈ આવી ખરાબ હાલત...

31 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાની થઈ આવી ખરાબ હાલત...

શ્રીલંકા વિરૂદ્ધ હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘ (એચપીસીએ) સ્ટેડિયમમાં રવિવારે રમાયેલ પહેલી વનડે મેચમાં સુરંગા લકમલની બોલિંગ આગળ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ધરાશાયી થયા અને પોતાના ઘરમાં જ  ત્રીજો સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. ભારતનો ઘરેલૂ સૌથી ઓછો સ્કોર શ્રીલંકા વિરૂદ્ધ જ છે. ટીમ ઈન્ડિયાએ કાનપુરમાં 1986માં શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલી વનડે મેચમાં 76 રન બનાવ્યા હતા. 1993માં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ 100 રન બનાવ્યા હતા.

ધર્મશાળામાં ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં મહેન્દ્રસિંહ ધોની (65)ની અર્ધશતકની મદદથી શ્રીલંકા વિરૂદ્ધ 112 રનનો નજીવો સ્કોર ઉભો કર્યો હતો. એક સમય એવો હતો કે, ટીમ ઈન્ડિયા 50 રનનો આંકડો પણ પાર કરી શકશે નહી. જોકે ધોનની અર્ધશતકિય ઈનિંગથી ભારતનો સ્કોર 112 રને પહોંચી ગયો હતો. ધોનીના કારણે ટીમ ઈન્ડિયા ખુબ જ શરમજનક સ્થિતિમાં જવાથી બચી ગઈ હતી.

સૌથી ઓછો સ્કોરનો રેકોર્ડ જિમ્બાબ્વેના નામે છે. શ્રીલંકાએ જ તેને 24 એપ્રિલ 2004માં હરારેમાં 35 રનો પર સમેટી નાંખી હતી. ભારતનો ન્યૂનતમ સ્કોર પણ શ્રીલંકા વિરૂદ્ધ જ છે. શ્રીલંકાએ જ શારજાહામાં 29 ઓક્ટોબર 2000માં ભારતને 54 રનો પર પેવેલિયન ભેગી કરી નાંખી હતી.

તે ઉપરાંત વનડે, ઈતિહાસમાં ભારતીય ટીમ માત્ર 16 રનોના સ્કોર પર પોતાની પાંચ વિકેટ ગુમાવનારી પહેલી ટીમ બની ગઈ છે. ભારતે પાછલી વખત 1983 વિશ્વકપમાં જિમ્બાબ્વે વિરૂદ્ધ 17 રનોના સ્કોર પર પોતાની પાંચ વિકેટ ગુમાવી હતી, ત્યાર બાદ કપિલ દેવે 175 રનની અણનમ ઈનિંગ રમીને મેચ બચાવી લીધી હતી.

ભારતના ટોપ પાંચ બેટ્સમેનોએ ધર્મશાળાની મેચમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ બનાવ્યો છે. આ પાંચ બેટ્સમેનોએ માત્ર 13 રન બનાવ્યા હતા. આ પહેલા ભારતીય ટીમના પાંચ ટોચના બેટ્સમેનોએ 2012માં પાકિસ્તાન વિરૂદ્ધ ચેન્નાઈમાં 18, શ્રીલંકા વિરૂદ્ધ વર્ષ 2000માં શારજાહામાં 23, ટોરેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ 1999માં 19 અને 1983માં જિમ્બાબ્વે વિરૂદ્ધ ટુનબ્રિઝ વેલ્સમાં 15 રન બનાવ્યા હતા અને પાંચ વિકેટ ગુમાવી હતી.

ભારતે 2001 બાદ વનડે ફોર્મેટમાં પહેલી પાંચ ઓવરમાં સૌથી ઓછા સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયા પાંચ ઓવરમાં માત્ર બે રન જ બનાવી શકી હતી. આ યાદીમાં ઈગ્લેન્ડ પહેલા સ્થાન પર છે. 2001માં ધ ઓવલ મેદાન પર રમાયેલ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પહેલી પાંચ ઓવરમાં ટીમ ઈન્ડિયા એક વિકેટ પર માત્ર એક જ રન બનાવી શકી હતી.
First published:

Tags: Bad record team india, India vs srilanka, Team india

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन