કોહલી સેનાએ ઈતિહાસ રચ્યો, પ્રથમવાર ડરબનમાં આફ્રિકાને હરાવ્યું

News18 Gujarati
Updated: February 2, 2018, 12:07 AM IST
કોહલી સેનાએ ઈતિહાસ રચ્યો, પ્રથમવાર ડરબનમાં આફ્રિકાને હરાવ્યું
ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝ 2-1થી હારી ચુકી છે, હવે વન-ડે સીરિઝ જીતી નવો ઈતિહાસ રચવાના ઈરાદે મેદાનમાં ઉતરશે...

ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝ 2-1થી હારી ચુકી છે, હવે વન-ડે સીરિઝ જીતી નવો ઈતિહાસ રચવાના ઈરાદે મેદાનમાં ઉતરશે...

  • Share this:
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે 6 વન-ડે મેચની સીરિઝની પ્રથમ વન-ડે રમવામાં આવી. આજનો પ્રથમ મુકાબલો ડરબનના કિંગ્સ મીડ મેદાનમાં રમવામાં આવ્યો હતો. જેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 50 ઓવરમાં 08 વિકેટના નુકશાને 269 રન બનાવ્યા હતા. ત્યારબાદ ભારતે જીતવા માટેના 270 રનના ટાર્ગેટનો પીછો કરી 45.3 ઓવરમાં 04 વિકેટના નુકશાને 06 વિકેટથી શાનદાર જીત મેળવી એક નવો ઈતિહાસ રચ્યો છે.

મહત્વની વાત એ છે કે, ભારતે પ્રથમવાર સાઉથ આફ્રિકાના ડરબનમાં આ મેદન પર સાઉથ આફ્રિકાને હરાવ્યું છે. આ જીતના હીરો વિરાટ કોહલી અને આજિંક્ય રહાણે રહ્યા. વિરાટ કોહલી 112 રન બનાવ્યા, જ્યારે આજિંક્ય રહાણે 79 રન બનાવ્યા હતા. જ્યારે મહેન્દ્રસિંહ ધઓની અને હાર્દિક પંડ્યા અણનમ રહ્યા હતા.

ભારત - કોણ કેટલા રન બનાવી આઉટ થયું

રોહિત શર્મા 30 બોલમાં 1 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 20 રન બનાવી આઉટ
શિખર ધવન 29 બોલમાં 06 ચોગ્ગાની મદદથી 35 રન બનાવી રન આઉટ થયો હતો
વિરાટ કોહલી 119 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 112 રન બનાવી રન આઉટ થયો હતોઆજિંક્ય રહાણે 86 બોલમાં 2 છગ્ગા અને 05 ચોગ્ગાની મદદથી 79 રન બનાવી રન આઉટ થયો હતો

સાઉથ આફ્રિકા - કોણ કેટલા રન બનાવી આઉટ

ડી કોક 49 બોલમાં 34 રન બનાવી આઉટ
હાશિમ અમલા 17 બોલમાં 16 રન બનાવી આઉટ
ફેફ ડુ પ્લેસિસ 112 બોલમાં 120 રન બનાવી આઉટ
એડન માર્કરમ 21 બોલમાં 09 રન બનાવી આઉટ
જીન પોલ ડેમિની 18 બોલમાં 12 રન બનાવી આઉટ
ડેવિડ મિલર 07 બોલમાં 07 રન બનાવી આઉટ
ક્રિશ મોરીસ 43 બોલમાં 37 રન બનાવી આઉટ
એન્ડીલે 33 બોલમાં 27 રન બનાવી આઉટ
કેગીસો રબાડા 01 બોલમાં 01 રન બનાવી આઉટ
મોર્ન મોર્કલ 00 બોલમાં 00 રન બનાવી આઉટ

ભારત - કોણે કેટલી વિકેટ લીધી

ભુવનેશ્વરકુમારે 10 ઓવરમાં 01 મેડન ઓવર સાથે 71 રન આપી 01 વિકેટ લીધી
જસપ્રિત બુમરાહે 10 ઓવરમાં 00 મેડન ઓવર સાથે 56 રન આપી 01 વિકેટ લીધી
હાર્દિક પંડ્યાએ 07 ઓવરમાં 00 મેડન ઓવર સાથે 41 રન આપી 00 વિકેટ લીધી
યુજવેન્દ્ર ચહલે 10 ઓવરમાં 00 મેડન ઓવર સાથે 45 રન આપી 02 વિકેટ લીધી
કુલદીપ યાદવે 10 ઓવરમાં 00 મેડન ઓવર સાથે 34 રન આપી 03 વિકેટ લીધી
કેદાર જાધવે 03 ઓવરમાં 00 મેડન ઓવર સાથે 19 રન આપી 00 વિકેટ લીધી

શું છે ડરબનનો ઈતિહાસ
ટેસ્ટ સિરિઝની જેમ વન-ડેમાં પણ ટીમ ઈન્ડીયાએ સાઉથ આફ્રિકા સામે રમવું પડકારજનક રહે છે. કારણ કે આ મેદાનમાં રમવામાં આવેલ મેચના આંકડા પણ ભારત તરફી નથી રહ્યા. ટીમ ઈન્ડીયા ક્યારે પણ સાઉથ આફ્રિકા સામે અહીં કોઈ મેચ જીતી નથી શકી. વિરાટ કોહલીની ટીમ માટે આ મોટો પડકાર હશે કારણ કે, ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે 7માંથી 6 મેચ હારી ચુકી છે, જ્યારે એક મેચ ડ્રો રહી હતી. જોકે ભારતે આ મેદાન પર ઈંગ્લેન્ડ અને કેન્યાને હરાવ્યું છે.

સાઉથ આફ્રિકામાં ભારત 6 સિરિઝ રમ્યું હતું, જેમાં તમામ સિરિઝમાં ભારતની હાર થઈ છે. ભારતે સાઉથ આફ્રિકામાં અત્યાર સુધીમાં કુલ 28 વન-ડે રમી છે. જેમાંથી માત્ર પાંચમાં ભારતને જીત મળી છે, જ્યારે 21 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે અહીં છેલ્લે 18 જાન્યુંઆરી 2011માં જીત મેળવી હતી.

ભારત
રોહીત શર્મા, શીખર ધવન, વિરાટ કોહલી, આજિંક્ય રહાણે, એમ એસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વરકુમાર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને યુજવેન્દ્ર ચહલ.

સાઉથ આફ્રિકા
હાશિમ અમલા, ડી કોક, ફેફ ડુ પ્લેસિસ, એડન માર્કરમ, જીન પોલ ડેમિની, ડેવિડ મિલર, ક્રિશ મોરીસ, એન્ડીલે, કેગીસો રબાડા, મોર્ન મોર્કલ અને ઈમરાન તાહીર
First published: February 1, 2018, 2:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading