2nd T-20: સાઉથ આફ્રિકાની 6 વિકેટે જીત

ભારતે વન-ડે સિરીઝ 5-1થી જીતી અને હવે ટી-20 સીરિઝ જીતી સુખદ અંત કરવાની કોશિસ કરશે

ભારતે વન-ડે સિરીઝ 5-1થી જીતી અને હવે ટી-20 સીરિઝ જીતી સુખદ અંત કરવાની કોશિસ કરશે

  • Share this:
    વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમ આજે ત્રણ મેચની ટી 20 સીરિઝ પર કબ્જો જમાવવાના ઈરાદા સાથે સેન્ચ્યુરનના સુપર પાર્ક સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેદાનમાં ઉતરી હતી. સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પર પસંદગી ઉતારી ભારતને પ્રથમ બેટિંગ સોંપી હતી. ત્યારબાદ ભારતે પ્રથમ બેટિંગની શરૂઆત કરી 20 ઓવરમાં 4 વિકેટના નુકશાને 188 રન બનાવી સાઉથ આફ્રિકાને જીતવા માટે 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરી સાઉથ આફ્રિકા ટીમે માત્ર 18.4 ઓવરમાં 4 વિકેટના નુકશાને 189 રન બનાવી 06 વિકેટે શાનદાર જીત મેળવી.

    ભારત - કોણે કેટલા રન બનાવ્યા
    શિખર ધવન 14 બોલમાં 24 રન બનાવી ફરહાન બેહાર્દિયનની ઓવરમાં જેપી ડુમિનીના હાથે કેચ આઉટ થયો
    રોહિત શર્મા એકપણ રન બનાવ્યા વગર જુનિયર ડાલાની ઓવરમાં LBW આઉટ થયો
    વિરાટ કોહલી 05 બોલમાં 01 રન બનાવી જુનિયર ડાલાની ઓવરમાં વિકેટ કિપરના હાથે કેચ આઉટ થયો
    સુરેશ રૈના 24 બોલમાં 30 રન બનાવી એંડેલ ફેલુકવાયોની ઓવરમાં LBW આઉટ થયો
    મનિષ પાંડે 48 બોલમાં 79 રન અને મહેન્દ્ર સિંહ ધોની 28 બોલમાં 52 રન બનાવી અણનમ રહ્યા હતા

    ભારત - કોણે કેટલી વિકેટ લીધી
    ભુવનેશ્વરકુમારે 03 ઓવરમાં 19 રન આપ્યા - એક પણ વિકેટ ન મળી
    શાર્દુલ ઠાકુર 04 ઓવરમાં 31 રન આપી એક વિકેટ લીધી
    જયદેવ ઉનડકટ 3.4 ઓવરમાં 42 રન આપી બે વિકેટ લીધી
    હાર્દિક પંડ્યા 04 ઓવરમાં 31 રન આપી એક વિકેટ લીધી
    યુજવેન્દ્ર ચહલે 04 ઓવરમાં 64 રન આપ્યા - એક પણ વિકેટ ન મળી

    સાઉથ આફ્રિકા - કોણે કેટલા રન બનાવ્યા
    જે જે સ્મટ્સ 09 બોલમાં 02 રન બનાવી જયદેવ ઉનડકટની ઓવરમાં સુરેશ રૈનાના હાથે કેચ આઉટ થયો
    રીજા હેન્ડ્રીક્સ 17 બોલમાં 26 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ થયો
    હેનરિક ક્લાસેન 30 બોલમાં 69 રન બનાવી જયદેવ ઉનડકટની ઓવરમાં મહેન્દ્રસિંહ ધોનીના હાથે કેચ આઉટ થયો
    ડેવિડ મિલર 06 બોલમાં 05 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં શાર્દુલ ઠાકુરના હાથે કેચ આઉટ થયો
    જેપી ડુમિની 40 બોલમાં 64 રન અને ફરહાન બેહાર્દિયન 10 બોલમાં 16 રન બનાવી અણનમ રહ્યા હતા.

    સાઉથ આફ્રિકા - કોણે કેટલી વિકેટ લીધી
    ક્રિશ મોરિશે 04 ઓવરમાં 1 મેડન ઓવર સાથે 42 રન આપ્યા એક પણ વિકેટ ન મળી
    જુનિયર ડાલાએ 04 ઓવરમાં 1 મેડન ઓવર સાથે 28 રન આપી બે વિકેટ લીધી
    ડેન પીટરસને 04 ઓવરમાં 51 રન આપ્યા, એક પણ વિકેટ ન મળી
    જેપી ડુમિની 02 ઓવરમાં 13 રન આપી એક વિકેટ લીધી
    તબરેજ શમ્સીએ 02 ઓવરમાં 23 રન આપ્યા એક પણ વિકેટ ન મળી
    એંડેલ ફેલુકવાયોએ 02 ઓવરમાં 15 રન આપી એક વિકેટ લીધી
    જોન-જોન સ્મ્ટ્સ 02 ઓવરમાં 15 રન આપ્યા એક પણ વિકેટ ન મળી

    ભારત ટીમ

    વિરાટ કોહલી(કપ્તાન), શિખર ધવન, રોહિત શર્મા, સુરેશ રૈના, શ્રેયશ અય્યર, મનીષ પાંડે, દિનેસ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, જયદેવ ઉનડકટ, શાર્દુલ ઠાકુર

    દક્ષિણ આફ્રિકા ટીમ

    જેપી ડુમિની (કપ્તાન), ફરહાન બેહાર્દિયન, જુનિયર ડાલા, રીજા હેન્ડ્રીક્સ, ક્રિસ્ટિયન જોનેકર, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ક્રિશ મોરિસ, ડેન પીટરસન, એરોના ફાંગિસો, એંડેલ ફેલુકવાયો, તબરેજ શમ્સી, જોન-જોન સ્મ્ટ્સ
    Published by:kiran mehta
    First published: