ક્રિકેટની રમતમાં થશે 5 મોટા બદલાવ !

VINOD LEUVA | News18 Gujarati
Updated: September 27, 2017, 11:31 AM IST
ક્રિકેટની રમતમાં થશે 5 મોટા બદલાવ !
નવાં નિયમો પ્રમાણે ICCનાં એમ્પાયર્સને હિંસા કે ખોટા વર્તન બદલ ખિલાડીને મેદાનમાંથી બહાર મોકલવાનો અધિકાર આપવામાં આવ્યો
VINOD LEUVA | News18 Gujarati
Updated: September 27, 2017, 11:31 AM IST
 

1. નવાં નિયમો પ્રમાણે ICCનાં એમ્પાયર્સને હિંસા કે ખોટા વર્તન બદલ ખિલાડીને મેદાનમાંથી બહાર મોકલવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જેમ ફૂટબોલ ટીમમાં ખેલાડીઓને રેડ કાર્ડ મળે છે તેમ ક્રિકેટમાં પણ લાગુ થશે. ખેલાડીની કોઇપણ ભૂલ સૌથી પહેલાં ICC આચાર સંહિતા હેઠળ આવશે.

2. બેટનાં આકારને લઇને પણ નિયમ બનાવવામાં આવ્યો છે હવે બેટની પહોડાઇ 108mm, 40mmની જાડાઇ હશે તો સાથે જ તેનું ઉંડાણ 67mm રહેશે.

1

3. આ સાથે જ રન આઉટનાં નિયમમાં પણ બદલાવ આવશે. હવે જો ક્રિઝ પાર કર્યા બાદ હવામાં બેટ હશે તો બેટ્સમેન આઉટ નહીં આપવામાં આવે. જ્યારે અત્યાર સુધી આવી સ્થિતિમાં બેટ્સમેનને આઉટ આપવામાં આવતો હતો.

3

4. નવાં નિયમ પ્રમાણે જો lbw માટે રેફરલ એમ્પાયર્સ કોલ તરીકે પાછો વળે છે તો ટીમ તેનો રિવ્યું નહીં ગુમાવે

4

5. જ્યાં એમ્પાયર્સ કોલમાં DRS નિયમમાં બદલાવ કર્યો છે ત્યાં ટેસ્ટ મેચોમાં 80 ઓવર બાદ બે નવાં રિવ્યું ઉમેરવાનો નિયમ હટાવવામાં આવ્યો છે.

 

5

 
First published: September 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर