મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડલકરને હમણાં જ શ્રીલંકામાં રમવામાં આવેલી યૂથ ટેસ્ટ સિરીઝ માટે ઈન્ડીયા અંડર-19 ટીમમાં શામેલ કરવામાં આવ્યો હતો. અર્જુનને આ પ્રવાસમાં યૂથ ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાના પ્લેઈંગ ઈલેવનમાં શામેલ કરવામા આવ્યો, પરંતુ તનું પ્રદર્શન તેણે આ સિરીઝમાં કર્યું તેને જોઈ અગામી સમયમાં ટીમ ઈન્ડીયાની કોઈ પણ ટીમમાં વાપસીની આશા જોવા મળી રહી નથી. 18 વર્ષનો અર્જુન એક ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર છે, શ્રીલંકામાં તેની પાસેથી ઘણી આશા હતી, પરંતુ તે તેના પર ખરો નથી ઉતર્યો.
અર્જુન તેંડુલકરનું પ્રદર્શન રહ્યું ખરાબ
18 વર્ષીય અર્જુન તેંડુલકરે શ્રીલંકા એ વિરુદ્ધ 17 જુલાઈથી શરૂ થયેલ પહેલી યૂથ ટેસ્ટથી ડેબ્યુ કર્યું હતું. ફાસ્ટ બોલર તરીકે તેની પાસે આ મેચમાં ઘણી આશા હતી. જેથી તેની પાસે સ્ટ્રાઈક બોલર તરીકે બોલિંગ કરાવવામાં આવી. પરંતુ ઘણી કોશિસ કરવા છતાં અર્જુન ખાસ કમાલ ન દેખાડી શક્યો અને 11 ઓવરમાં 2 મેડન ફેકવાની સાથે 33 રન આપી માત્ર 1 વિકેટ લઈ શક્યો. આવી જ પરિસ્થિતિ તેની બીજી પારીમાં પણ રહી અને 11.2 ઓવરની બોલિંગ કર્યા બાદ તે 32 રન આપી માત્ર 1 વિકેટ લઈ શક્યો.
આ રીતે તે બોલિંગમાં ફ્લોપ સાબિત થયો. સાથે બેટિંગમાં તેણે વધુ નિરાશ કર્યા અને 11 બોલ રમી એક પણ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયો. જોકે, ટીમ ઈન્ડીયાના અન્ય ખેલાડીઓના પ્રદર્શનથી ભારતે આ મેચ એક પારી અને 21 રનથી જીતી લીધી છે.
વારંવાર મોકો આપવા છતાં પણ રહ્યો નિષ્ફળ
ખરાબ પ્રદર્શન હોવા છતાં ટીમ મેનેજમેન્ટે અર્જુનને વધુ એક મોકો આપવાનું વિચાર્યું અને બીજી યૂથ ટેસ્ટમાં પણ તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપી. 24 જુલાઈથી શરૂ થયેલી બીજી યૂથ ટેસ્ટ મેચમાં લાગ્યું કે, અર્જુન આજે બેટિંગમાં કમાલ કરશે. તેણે આવતાની સાથે બે ચોગ્ગા ફટકાર્યા અને મોટો સ્કોર બનાવાવને લઈ ઉતાવળો જોવા મળ્યો, પરંતુ તે જ સમયે તે રન આઉટ થઈ ગયો. અર્જુને 18 બોલમાં 14 રન બનાવ્યા.
જ્યારે અર્જુન બોલિંગમાં પણ ફેઈલ થયો. તેણે પહેલી પારીમાં 15 ઓવરમાં 33 રન આપી એક પણ વિકેટ ન લીધી. બીજી પારીમાં પણ તેણે 9 ઓવરની બોલિંગ કરી અને 39 રન આપી માત્ર 1 વિકેટ લીધી. આ રીતે આ મેચમાં પણ તે ખાસ પ્રદર્શન ન કરી શક્યો.
ઉલ્લેખનીય છે કે, અર્જુનને શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડીયાની ટેસ્ટ ટીમમાં જગ્યા આપવામાં આવી હતી. તેને વન ડે ટીમના લાયક જ નથી માનવામાં આવ્યો. એવામાં પ્રશ્ન એ થાય છે કે, તે અગામી સમયમાં ક્રિકેટની વધતી જતી કોમ્પિટિશનમાં પોતાનું પ્રદર્શન સુધારી શકશે. હાલમાં તો દુર સુધી નથી દેખાઈ રહ્યું કે, તે ટીમ ઈન્ડીયાની મેઈન ટીમમાં શામેલ થઈ શકે છે. તેણે પોતાની જાતને એક શ્રેષ્ઠ ખેલાડી તરીકે સાબિત કરવા હજુ વધારે મહેનત કરવી પડશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર