ભારતના દિગ્ગજ પૂર્વ કપ્તાન સુનિલ ગાવસ્કરનું માનવું છે કે, મહેન્દ્રસિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જરૂર ન હતી. ગાવસ્કરના મતે ટીમ ઈન્ડીયાને ટેસ્ટ ક્રિકેટમાં હજુ પણ ધોનીની ખુબ જરૂરત ચે. આ વાત ગાવસ્કરે ચોથા દિવસની મેચ દરમ્યાન કોમેન્ટ્રીમાં કરી હતી.
પાર્થીવની ભૂલ ટીમ પર ભારે પડી સેંચ્યુરન ટેસ્ટમાં ટીમ ઈન્ડીયામાં વિકેટકિપર રિદ્ધીમાન સાહા ઈજાગ્રસ્ત થતાં, પાર્થીવ પટેલને મોકો આપવામાં આવ્યો હતો. આ મેચ દરમ્યાન પાર્થીવ પટેલે મહત્વના સમયે જ વિકેટકિપીંગ કરતા સમયે કેચ ડ્રોપ કર્યા. પાર્થીવ પટેલે પહેલી પારીમાં હાશિમ અમલાનો કેચ છોડ્યો, જ્યારે તે 30 રન પર બેટિંગ કરી રહ્યો હતો, ત્યાર બાદ અમલાએ 82 રન બનાવ્યા આજ રીતે બીજી પારીમાં પાર્થીવ પટેલે ડીન અલ્ગરનો સરળ કેચ પકડવાની પણ કોશિસ ન કરી. ત્યારબાદ અલ્ગરે 61 રન બનાવ્યા.
ગાવસ્કરે કોમેન્ટ્રીમાં પાર્થીવની આજ ભૂલો વિશે વાત કરી કહ્યું કે, ટીમને ધોનીની હજુ ખુબ જરૂર છે. ગાવસ્કરે કહ્યું કે, ધોની હજુ ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે, પરંતુ કપ્તાનીના દબામના કારમે તેણે ટેસ્ટ ક્રિકેટને બહું વહેલા અલવીદા કહી દીધુ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર