આઈપીએલની 11મી સિઝનમાં સૌથી ખરાબ પ્રદર્શનનો સામનો કરી રહેલ દિલ્હી ડેર ડેવિલ્સ પાસે હજુ પણ પ્લેઓફમાં પહોંચવાની આસા જીવંત છે. આ આશા સાથે દિલ્હીની ટીમ આજે એટલે કે ગુરૂવારે ફિરોજશાહ કોટલા મેદાનમાં પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહેલ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટક્કર લેવા ઉતરી છે. દિલ્હી ડેર ડેવિલ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરી સનરાઈજર્સ હૈદરાબાદને બોલિંગ કરવા આમંત્રણ આપ્યું. દિલ્હીએ રિષભ પંતના 128 અણનમ રનની મદદથી પ્રથમ બેટિંગ કરી 20 ઓવરના અંતે પાંચ વિકેટના નુકશાને 187 રન બનાવ્યા. જ્યારે હૈદરાબાદે શિખર ધવનના શાનદાર અણનમ 92 રન અને કેન વિલિયમ્સનના અણનમ 80 રનની મદદથી 18.5 ઓવરમાં 188 રન બનાવી શાનદાર 09 વિકેટે જીત મેળવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.
હૈદરાબાદ - કોણે કેટલી વિકેટ લીધી
ભુવનેશ્વર કુમારે 04 ઓવરમાં 51 રન આપી 01 વિકેટ લીધી
સંદિપ શર્માએ 04 ઓવરમાં 24 રન આપી એક પણ વિકેટ ન લીધી
શાકિબ અલ હસને 04 ઓવરમાં 27 રન આપી 02 વિકેટ લીધી
સિદ્ધાર્થ કોલે 04 ઓવરમાં 48 રન આપી એક પણ વિકેટ ન લીધી
રાશિદ કાને 04 ઓવરમાં 35 રન આપી એક પણ વિકેટ ન લીધી
દિલ્હી - કોણે કેટલી વિકેટ લીધી
ટ્રેંટ બોલ્ટે 3.5 ઓવરમાં 43 રન આપી એક પણ વિકેટ ન લીધી
હર્ષલ પટેલે 04 ઓવરમાં 32 રન આપી એક વિકેટ લીધી
શાહબાજ નદીમે 02 ઓવરમાં 22 રન આપી એક પણ વિકેટ ન લીધી
લિયેમ પ્લૅંક્સટે 04 ઓવરમાં 41 રન આપી એક પણ વિકેટ ન લીધી
અમિત મિશ્રાએ 03 ઓવરમાં 29 રન આપી એક પણ વિકેટ ન લીધી
વિજય શંકરે 01 ઓવરમાં 14 રન આપી એક પણ વિકેટ ન લીધી
ગ્લેન મેક્સવેલે 01 ઓવરમાં 09 રન આપી એક પણ વિકેટ ન લીધી