આ મામલે એક જેવા જ છે વિરાટ કોહલી અને યેદિયુરપ્પા

News18 Gujarati
Updated: May 19, 2018, 11:27 AM IST
આ મામલે એક જેવા જ છે વિરાટ કોહલી અને યેદિયુરપ્પા
આ વિરાટ કોહલી અને યેદિયુરપ્પા માટે આજનો દિવસ મહત્વનો સાબીત થશે.

આ વિરાટ કોહલી અને યેદિયુરપ્પા માટે આજનો દિવસ મહત્વનો સાબીત થશે.

  • Share this:
કર્ણાટક માટે શનિવારોનો દિવસ ખુબજ મહત્વનો છે. શનિવારે જનતા બે પરિણામોની આતુરતાથી રાહ જોઇને બેઠી છે. શનિવારે ચાર વાગ્યે કર્ણાટકના લોકો માટે એ નક્કી થશે કે તેમના રાજ્યની કમાન કોના હાથમાં જશે જ્યારે આઇપીએલની દુનિયામાં વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે પ્લેઓફની આશા સાથે ઉતરશે. આ મેચ બંને ટીમો માટે નોક આઉટ હશે. આ વિરાટ કોહલી અને યેદિયુરપ્પા માટે આજનો દિવસ મહત્વનો સાબીત થશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પા સરકારને બહુમત સાબિત કરવા માટે શનિવાર સાંજે ચાર વાગ્યાનો સમય આપ્યો છે. જેડીએસ અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવ્યા પ્રમાણે બંને પક્ષો સંયુક્ત રીતે સરકાર બનાવવાની દાવેદારી કરી રહ્યા છે. જોકે, રાજ્યપાલે બીજેપીને ખોટી રીતે સરકાર બનાવવા માટે બોલાવ્યા છે. આ અજીર ઉપર બુધવારે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.

બીજી તરફ ક્રિકેટની દુનિયાની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ગુરુવારે રાત્રે સનરાઇઝ્સ હૈદરાબાદને 14 રનથી હરાવ્યું હતું. આમ તેની સતત ત્રીજી જીત હતી. બેંગ્લોરે પાછલી ત્રણ મેચો જીતી છે જેથી રાજસ્થાન સામેની મેચમાં તેનો આત્મવિશ્વાસ વધશે. કોહલીની ટીમે પોતાનું આ વિજય અભિયાન આગળ પણ ચાલુ રાખવા ઇચ્છે છે જોકે, રાજસ્થાન સામેની મેચમાં હારવાનો મતલબ ટીમ પ્લેઓફની દોડમાં બહાર ફેંકાઇ જશે.

આરસીબી અને રાજસ્થાનની ટીમ અત્યારે12-12 પોઇન્ટ છે. સ્કોર બોર્ડ ઉપર બેંગ્લોર પાંચમા અને રાજસ્થાન છઠ્ઠા સ્થાન ઉપર છે. જોકે, પાંચ ટીમો વચ્ચે પ્લેઓફના બે સ્થાન માટે સખત મુકાબલો થશે. બંને ટીમો જીત નોંધાવવાની સાથે સાથે રન રેટમાં પણ સુધારો કરવાનો પ્રયત્ન કરશે. આરસીબીનો રન રેટ આરો છે. જ્યારે રાજસ્થાનનો મોટી જીત નોંધાવવાની સાથે જ હરીફોના રન રેટની બરોબરી કરી શકશે.

રાજસ્થઆનની અત્યાર સુધીની મહત્વની ભૂમિકા નિભાવનારા બટલર વિદેશ જતો રહ્યો છે. ટીમમાં મેંટર શેન વોન પણ ખેલાડીઓના વિશ્વાસ વધારવા માટે પણ ડગ આઉટમાં નહીં રહે. જેનો વિરાટ કોહલી અને તેમની ટીમ પૂરો ફાયદો ઉઠાવવા માંગે છે.
First published: May 19, 2018, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading