એશિઝ સિરીઝથી બહાર રહેનાર આ ખેલાડી હવે ઈન્ડિયામાં રમશે આઈપીએલ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: January 1, 2018, 6:09 PM IST
એશિઝ સિરીઝથી બહાર રહેનાર આ ખેલાડી હવે ઈન્ડિયામાં રમશે આઈપીએલ

  • Share this:
ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર ક્રિકેટર બેન સ્ટોક્સને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) તરફથી ભારતમાં આયોજિત થનાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમવાની પરવાનંગી મળી ગઈ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, પાછલા વર્ષ સપ્ટેમ્બરમાં થયેલ બ્રિસ્ટલ વિવાદમાં નામ આવ્યા બાદ ધરપકડ થઈ હોવાના કારણે હાલમાં સ્ટોક્સ વર્તમાન ઈંગ્લેન્ડ ટીમથી બહાર ચાલી રહ્યો છે.

સ્ટોક્સ આ બાબતમાં હજુ પોલીસની તપાસના પરિણામની રાહ જોઈ રહ્યો છે. પાછલા વર્ષે 26 વર્ષના સ્ટોક્સે રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ દ્વારા 14.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. ગયા વર્ષે સ્ટોક્સ સૌથી મોંઘો વેચાયો હતો.બ્રિસ્ટલ વિવાદમાં ફસાયેલો હોવાના કારણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ એશિઝ સિરીઝ ગુમાવવી પડી હતી. જોકે, વનડે સિરીઝમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હવે પોતાનું નામ પાછું લઈ રહ્યાં છે.

સ્ટોક્સના સ્થાને વનડે સિરીઝ માટે ઈંગ્લેન્ડ ટીમમાં ડેવિડ મલાન સામેલ થઈ શકે છે.
First published: January 1, 2018, 6:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading