એબી ડિવિલિયર્સના મતે ક્રિકેટનો આ ફોર્મેટ લાવશે સકારાત્મક પરિવર્તન

  • Share this:
હાલમાં જ જિમ્બાબ્વે વિરૂદ્ધ રમાયેલ ચાર દિવસીય ડે-નાઈટ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના કામચલાઉ કેપ્ટન રહેલ અબ્રાહમ ડિવિલિયર્સે કહ્યું છે કે, આ નવો ફોર્મેટ સકારાત્મક ક્રિકેટને પ્રોત્સાહન આપશે.

ઉલ્લેખનિય છે કે, આ ચાર દિવસીય ટેસ્ટ મેચમાં દક્ષિમ આફ્રિકાએ જિમ્બાબ્વેને બે દિવસની અંદર જ માત આપીને જીત મેળવી લીધી હતી.

ક્રિકઈન્ફોએ ડિવિલિયર્સના હવાલાથી લખ્યું કે, ' આ ફોર્મેટમાં બેટ્સમેનો થોડી સકારાત્મકતા સાથે રમે છે. અમે ઝડપી ઈનિંગ ડિક્લેર કરવાનું વિચારી રહ્યાં હતા, આમ આ એક સકારાત્મક ક્રિકેટને પ્રોત્સાહન આપશે,.જોકે, હું હાલમાં પણ પાંચ દિવસીય ક્રિકેટની મજા ઉઠાવી રહ્યો છું. ચાર દિવસીય ટેસ્ટ મેચ વિશે જણાવતા એબીએ કહ્યું કે, અમે બધાએ તેની મજા લીધી હતી અને મને લાગે છે કે, પ્રશંસકોએ પણ આની મજા માણી હશે.'

દક્ષિણ આફ્રિકાએ આ મેચ જિમ્બાબ્વેને હરાવીને ઈનિંગ અને 26 રનોથી પોતાના નામે કરી હતી. આ મેચમાં માત્ર 907 બોલ નાંખવામા આવ્યા અને જિમ્બાબ્વેનો એકપણ ખેલાડી 50 રનના આંકડા સુધી પહોંચી શક્યો નહતો. જિમ્બાબ્વેના માત્ર બે ખેલાડી ફાઈલ જાર્વિસ (23) અને રેયાન બુરી (16) જ બે આંકડાના સ્કોર બનાવવામાં સફળ થયા હતા.
First published: