સંદિપ લામીછાને રવિવારે આઈપીએલ સાથે નવો ઈતિહાસ રચ્યો. સંદિપ આઈપીએલની ટીમ સાથે જોડાનાર પહેલો નેપાલી ક્રિકેટર બની ગયો છે. 17 વર્ષનો સંદિપ લામીછામને દિલ્હી ડેરડેવિલ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.
લેગ બ્રેક ગુગલી બોલર સંદિપ લામીછામે અત્યાર સુધીમાં 9 લિસ્ટ-એ મેચ રમી છે અને 12 વિકેટ ઝડપી છે. સંદિપ લામીછામની પ્રતિભાને સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન માઈકલ ક્લાર્કે હોન્ગકોન્ગના મેંટર તરીકે કામ કરતા જોઈ ઓળખી હતી. સંદિપ લામીછામ ક્લાર્કની અંડર ટ્રેનિંગ કરી ચુક્યો છે, ક્લાર્ક તેને એક સારો ક્રિકેટર બતાવી ચુક્યો છે.
સંદિપ લામીછામએ 2016માં બાંગ્લાદેશમાં રમાયેલ અંડર-19 વર્લ્ડ કપ દરમ્યાન 14 વિકેટ લીધી હતી તે દરમ્યાન ચર્ચામાં આવ્યો. આમાં આયરલેન્ડ વિરુદ્ધ 27 રનમાં 5 વિકેટ લેવાનું પ્રદર્શન પણ શામેલ છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પીનર શેન વોર્ન પણ સંદિપ લામીછામના વખાણ કરી ચુક્યા છે.
રવિવારે આઈપીએલની હરાજીમાં સંદિપ લામીછામને 20 લાખ રૂપિયામાં ખરીદ્યા બાદ દિલ્હી ડેર ડેવિલ્સે ટ્વીટ કર્યું, વીવો આઈપીએલના ઈતિહાસમાં પહેલો નેપાળી ખેલાડી! દિલ્હીની ટીમમાં 17 વર્ષનો લેગ સ્પિનર સંદિપ લામીછામનું સ્વાગત કરતા અમને ઘણી ખુશી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર