ભારત-દક્ષિણ આફ્રિકાના ટોસમાં થઇ ગરબડ, કોમેન્ટેટરે કરી ભૂલ

News18 Gujarati
Updated: June 5, 2019, 3:25 PM IST
ભારત-દક્ષિણ આફ્રિકાના ટોસમાં થઇ ગરબડ, કોમેન્ટેટરે કરી ભૂલ
ભારત-દક્ષિણ આફ્રિકાની મેચમાં ટોસમાં થઈ ગરબડ, કોમન્ટેટરે કરી ભૂલ

  • Share this:
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પ્રથમ મેચ રમાઇ, મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો અને પ્રથમ બેટિંગ પસંદ કરી, પરંતુ આ દરમિયાન એક ગરબડ થઇ, દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ સિક્કો ઉછાળ્યો અને કોહલીએ હેડ કહ્યું, પરંતુ ટેલ્સ આવ્યું. જો કે કોમેન્ટેટર માર્કે ઉતાવળમાં કહી દીધું કે ટોસ ભારતે જીત્યો અને માઇક તેમના તરફ રાખ્યું. બાદમાં મેચ રેફરીએ સુધાર કરી ટોસ દક્ષિણ આફ્રાકાએ જીત્યો હોવાનું કહ્યું. ત્યારબાદ માર્ક નિકોલસે કહ્યું કે ભારતે નહીં દ. આફ્રિકાએ ટોસ જીત્યો છે.

ફાફ ડુ પ્લેસીએ કહ્યું કે તેઓ પ્રથમ બેટિંગ કરશે, તેઓએ કહ્યું કે ભારત સામે રમવું હંમેશા એક મોટી તક હોય છે. આ મેચ માટે આફ્રિકાએ ઘાયલ લુંગી એનગીડીની જગ્યાએ સ્પિનર તબરેજ શમ્સીને સામેલ કર્યો છે. બંને ટીમોએ આ મેચમાં બે બે રિસ્ટ સ્પિનર રમાડ્યા છે. દ.આફ્રિકાની પાસે ઇમરાન તાહિર અને તબરેજ શમ્સી છે, તો ભારતની પાસે કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલ છે.

અહીં ક્લિક કરી વાંચોઃ Live Ind vs SA: બુમરાહને મળી પ્રથમ સફળતા, અમલા આઉટ

ભારતે આ મેચમાં મોહમ્મદ શમીની જગ્યાએ ભુવનેશ્વર કુમારને તક આપી છે. ટીમમાં કેદાર જાધવની વાપસી થઇ છે, તેઓ આઇપીએલ 2019માં ઘાયલ થયા હતા. ભારતે ચોથા નંબર પર બેટિંગ કરવા માટે વિજય શંકરની જગ્યાએ કે એલ રાહુલની પસંદગી કરવામાં આવી છે.

ટોસ જીત્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું કે તેઓને દર્શકોનું ખૂબ સમર્થન મળશે. અમારી પાસે સંતુલિત બોલિંગ લાઇનઅફ છે. તો વધુમાં કહ્યું કે દેશનું પ્રતિનિધિત્વ કરવાથી મોટું બીજું કોઇ પ્રેરણા નથી.
First published: June 5, 2019, 3:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading