ન્યૂઝીલેન્ડનો વિસ્ફોટક લેફ્ટી બેટ્સમેન કોલિન મુનરોએ ઇતિહાસ રચતા ઈન્ટરનેશનલ ટી-20માં ત્રણ સદી ફટકારીને ઈતિહાસ રચી નાંખ્યો છે. આ સાથે જ T-20 ક્રિકેટમાં ત્રણ સદી ફટકારનારા પહેલા બેટ્સમેન બની ગયો છે. આ રેકોર્ડ તેને માઉન્ટ મૉનગનઇમાં મુનરોએ પોતાનો આ કારનામું વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રીજી અને અંતિમ T-20માં કર્યો હતો.
મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુનરોએ મેદાનમાં આવતાની સાથે જ ઝંઝાવાતી બેટિંગની શરૂઆત કરતાં માત્ર 47 બોલમાં જ પોતાની સદી ફટકારી દીધી હતી. મુનરો 104 રન બનાવીને આઉટ થયો હતો. મુનરોએ પોતાની ધમાકેદાર ઈનિંગ દરમિયાન 10 સિક્સ અને 3 ફોર ફટકારીને પ્રેશકોને મૂડમાં લાવી દીધા હતા. આ પહેલા મુનરોએ ગયા વર્ષે (2017)માં મુનરોએ ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. મુનરોએ ભારત સામે 109 રનની ઈનિંગ રમી હતી, જ્યારે બાંગ્લાદેશ સામે 101ની ઈનિંગ રમી હતી.
મુનરોની આ ધમાકેદાર ઇનિંગની મદદથી ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં પાંચ વિકેટના નુકશાને 243 રનનો પહાડી સ્કોર ઉભો કરી નાંખ્યો હતો. મુનરો ઉપરાંત માર્ટિંન ગુપ્ટિલે વિસ્ફોટક બેટિંગ કરતાં 63 રનની ઈનિંગ રમી નાંખી હતી. આ બન્ને બેટ્સમેનોએ પહેલી વિકેટ માટે 136 રનની પાર્ટનરશીપ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર