CSK vs RCB : ચેન્નાઈએ 6 વિકેટે બેંગ્લોરને હરાવ્યું, ધોનીનો શાનદાર દેખાવ

News18 Gujarati
Updated: May 5, 2018, 7:33 PM IST
CSK vs RCB  : ચેન્નાઈએ 6 વિકેટે બેંગ્લોરને હરાવ્યું, ધોનીનો શાનદાર દેખાવ

  • Share this:
આરસીબીએ આપેલા 128 રનના ટાર્ગેટનો પીછો કરતાં ચેન્નાઈ સુુપર કિંગ્સે 18 ઓવરમાં પડકાર મેળવી લીધો હતો. આમ ચેન્નાઈએ બેંગ્લોર સામે 06 વિકેટે જીત મેળવી લીધી હતી. ચેન્નાઈ તરફથી ધોનીએ શાનદાર દેખાવ કરતાં 23 બોલમાં 31 રનની ઈનિંગ રમી હતી, જેમાં 3 સિક્સ અને એક ફોર ફટકારી હતી. તે ઉપરાંત ધોનીએ એબીને ચિત્તાની સ્પીડે સ્ટમ્પિંગ કરીને માત્ર એક રને પેવેલિયન મોકલી દીધો હતો.

તે ઉપરાંત ચેન્નાઈ તરફથી અંબાતી રાયડૂએ 32 અને શેન વોટ્સને 25 રનની ઈનિંગ રમી હતી. જ્યારે બેંગ્લોરના બોલર્સ માત્ર ચાર વિકેટ જ ઝડપી શક્યા હતા. જેમાં ઉમેશ યાદવને બે વિકેટ મળી હતી, જ્યારે કોલિન ડે ગ્રાન્ડહોમ અને અશ્વિન મુરૂગનને એક-એક વિકેટ મળી હતી.

આમ પુણેમાં આવેલ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિગ્ગજ ગણાતી આરસીબીને 06 વિકેટે માત આપીને પોઈન્ટ ટેબલમાં પોતાનું રાજ બરકરાર રાખ્યું છે.


  • ચેન્નાઈને ધ્રૂવ શોર્યના રૂપમાં ચોથો ફટકો લાગ્યો હતો. ગ્રાન્ડહોમે નાંખેલી 13મી ઓવરમાં તે માત્ર 08 રન બનાવીને આઉટ થયો હતો.

  • મુરૂગન અશ્વિને નાંખેલી બારમી ઓવરમાં માત્ર બે રન આવ્યા તે પણ વાઈડના તે ઉપરાંત તેને અંબાતી રાયડૂને 32 રને આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો
  • ચેન્નાઈને અંબાતી રાયડૂના રૂપમાં ત્રીજા ફટકો લાગ્યો છે. અંબાતી રાયડૂ 32 -રન બનાવીને મુરૂગન અશ્વિનની ઓવરમાં શિરાજના હાથમાં કેચ આપી બેઠો છે.


ચેન્નાઈ તરફથી શેન વોટ્સન 11 અને સુરેશ રૈના 25 રન બનાવીને આઉટ થયા છે.

પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલ  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો એકવાર ફરીથી ધબડકો થયો હતો. બેંગ્લોર ચેન્નાઈ સામે માત્ર 127 રન જ બનાવી શકી હતી. બેંગ્લોર તરફથી એકમાત્ર પાર્થિવ પટેલે શાનદાર ઈનિંગ રમતા 41 બોલમાં 53 રન ફટકાર્યા હતા. જ્યારે પાછળથી બેટિંગ કરવા આવેલ ટિમ સાઉથીએ 26 બોલમાં 36 રનની ઈનિંગ રમી હતી. આ બંને ખેલાડીઓ સિવાય એકપણ ખેલાડી બે આંકડાનો સ્કોર બનાવી શક્યો નહતો.

આરસીબી તરફથી પોતે કેપ્ટન વિરાટ કોહલી 08 અને બેન્ડમ મેક્કુલ માત્ર 05 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટને જાડેજાએ ક્લિન બોલ્ડ કર્યો હતો, જ્યારે મેક્કુલમ લૂંગીનો શિકાર બન્યો હતો. તે ઉપરાંત ટી-20 ફોર્મેટનો સ્પેશ્યાલિસ્ટ એબી ડિ વિલિયર્સને હરભજનની ઓવરમાં ધોનીએ શાનદાર રીતે સ્ટમ્પિંગ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. એબીએ થોડી એવી ચૂક કરી અને પાછળથી ધોનીએ તેની ચકલીઓ ઉડાવી દીધી હતી.
First published: May 5, 2018
વધુ વાંચો
अगली ख़बर