જીવનમાં નિષ્ફળ ના થવું હોય તો વાંચી લો અબ્રાહમ લિંકનની આ સ્ટોરી

News18 Gujarati
Updated: February 12, 2018, 5:37 PM IST
જીવનમાં નિષ્ફળ ના થવું હોય તો વાંચી લો અબ્રાહમ લિંકનની આ સ્ટોરી
News18 Gujarati
Updated: February 12, 2018, 5:37 PM IST
અબ્રાહમ લિંકની ગણતરી અમેરિકાના સૌથી સફળ રાષ્ટ્રપતિઓમાં થાય છે. તેમના જીવનમાંથી દુનિયાભરના લોકો પ્રેરણા લે છે. જેઓ દુનિયા માટે એક સુપર હિરો છે. આજથી 209 વર્ષ પહેલા 12 ફેબ્રુઆરી 1809ના દિવસે અમેરિકાના કેન્ટુકી ગામના એક ગરીબ પરિવારમાં જન્મ થયો હતો. અમેરિકાના 16માં પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકને પોતાના જીવનમાં એટલી બધી વાર નિષ્ફળ રહ્યાં છે કે, ઘણા ઓછા લોકો એટલી વાર જીલનમાં નિષ્ફળ રહ્યાં હશે. જોકે, તે છતાં પણ તેઓ હિંમત હાર્યા નહતા અને સફળ થવા માટેના પોતાના પ્રયત્નો ચાલું રાખ્યા હતા. અંતે તેમને અમેરિકાને ગુલામીમાંથી છૂટકારો અપાવીને દેશને ઉજ્જવળ ભવિષ્ય આપીને ઈતિહાસમાં અમર બની ગયા.

આપણે કહીએ છીએ કે, જીવનમાં તડકો અને છાયડો બંને આવતા હોય છે, પરંતુ લિંકનના જીવનમાં તો તડકો જ તડકો રહ્યો છે. નાનપણથી જ તેમના જીવનમાં અસહિય દુખોએ દસ્તક આપી દીધી હતી. લિંકન દસ વર્ષના હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થઈ ગયું હતું. અબ્રાહમ લિંકનની માતા નેન્સી 1818માં મરકીના રોગમાં સપડાઈને મૃત્યું પામ્યા હતા. લિંકનના પિતા ટોમસે સાત વર્ષની ઉંમરમાં જ તેમના હાથમાં કૂહાડી પકડાવી દીધી હતી. લિંકને બાવીસ વર્ષની ઉંમર સુધી જીવનનિર્વાહ માટે લાકડાઓ કાપવાની સખ્ત મજૂરી પિતા સાથે મળીને કરી હતી. ત્યાર બાદ તેમને એક નાનો એવો ધંધો શરૂ કર્યો પરંતુ તે ચાલ્યો નહી અને તેને બંધ કરવો પડ્યો. 1832માં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા પરંતુ હારી ગયા. આ વર્ષે તેમને નોકરી પણ ગુમાવી. નોકરી ગુમાવ્યા બાદ તેમને 'લો'નો અભ્યાસ કરવાનો વિચાર કર્યો પરંતુ પૈસાની અછતના કારણે વિચાર માંડી વાળ્યો. ત્યાર બાદ ફરીથી ધંધો કરવા માટે મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈને ધંધો શરૂ કર્યો અને એકવાર ફરીથી નિષ્ફળ રહ્યાં. આ વખતે તેમના પર ઘણું મોટું દેવું થઈ ગયું હતું, જે ચૂકવવા માટે તેમને 17 વર્ષ લાગ્યા હતા.

1835માં લિંકનના જીવનમાં એક ખુશી આવવાની હતી કેમ કે, તેઓ પોતાની પ્રેમિકા સાથે ગૃહસ્થ જીવન વસાવવાના હતા, પરંતુ ભગવાનને તે માન્ય નહતું અને તેમની પ્રેમિકાનું અચાનક અવસાન થઈ ગયું. તેમની પ્રેમિકાથી લિંકન એટલા બધા તો દુ:થી થઈ ગયા કે, તેઓ પોતાના મગજ પરનું સમતુલન પણ ગુમાવી બેઠા હતા. તે માટે તેઓ 6 વર્ષ જેટલા લાંબા સમયગાળા માટે પથારીવશ રહ્યાં હતા. એકવાર ફરીથી લિંકન ઉભા થયા અને ફરીથી જીવનને ટક્કર આપવા માટે મેદાને પડ્યા. 1838માં ફરીથી તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા પરંતુ નિષ્ફળતા તેમની રાહ જોઈને જ ઉભી હતી અને એકવાર ફરીથી તેઓ ચૂંટણી હારી ગયા.

જોકે, તે છતાં લિંકને હાર માની નહતી, તેમને પોતાના પ્રયત્નોને ચાલું રાખ્યા હતા અને 1843માં તેમને નિષ્ફળતાને હરાવી હતી. 1843માં તેઓ કોંગ્રેસની ચૂંટણી લડ્યા અને તેમાં તેમને સફળતા પ્રાપ્ત થઈ. તેમને બે વર્ષ સુધી આ પદ પર રહીને પ્રશંસનિય કામગીરી કરી, જોકે ગુલામી નાબૂદીના મુદ્દાને લઈને લિંકનનો વિરોધ થયો બે વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં તેમની હાર થઈ.

આમ વારંવાર નિષ્ફળતાઓ છતાં પણ તેઓ હિંમત હાર્યા વગર જ આગળ વધતા રહ્યાં. આમ લિંકનના જીવન પરથી તે શિખવું જોઈએ કે, જીવનમાં ગમે તે જેવી કપરી પરિસ્થિતિ આવે પરંતુ જો તમે ધીરત, હિમત અને પોતાની જાત પર અડગ વિશ્વાસ રાખીને આગળ વધશો તો કોઈપણ ધ્યેયની પ્રાપ્તિ કરી શકો છો. આમ નિષ્ફળતાને પણ તમે માત આપીને તેની ઉપર તમે નવી સફળતાની ઈમારત બાંધી શકો છો.
First published: February 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...