વેલિંગટન# ન્યૂઝીલેન્ડના આક્રામક બેટ્સમેન બ્રેંડન મેકુલમે આજે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ફેબ્રુઆરીમાં યોજાનારી ટેસ્ટ સીરિઝ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મેકુલમની 101મો અને અંતિમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ બીજો ટેસ્ટ હશે, જે તેમના શહેર ક્રાઇસ્ટચર્ચમાં 20 ફેબ્રુઆરીએ રમાશે.
મેકુલમએ કહ્યું કે, મે ન્યૂઝીલેન્ડ માટે રમવાની અને કેપ્ટનશીપની પુરી મજા ઉઠાવી હતી. તેઓએ કહ્યું કે, તે પોતાના સ્થાનિક દર્શકોની સામે ક્રિકેટને અલવિદા કહેવા ઇચ્છે છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 100 છક્કાનો રેકોર્ડ એડમ ગિલક્રિસ્ટની સાથે શેર કરનાર મેકુલમે કહ્યું કે, પોતાની સિદ્ધીઓ પર ઇર્શા કરવાનો સમય નથી.
મેકુલમે કહ્યું કે, તે કામ કેરિયર સમાપ્ત થયા બાદ કરવામાં આવશે. હાલ મારો સમગ્ર ફોકસ આવનારા અમુક સપ્તાહ પર છે, જેમાં હું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ટીમના જીતમાં યોગદાન આપવા ઇચ્છીશ. મેકુલમે એ પણ કહ્યું કે, ગત મહિને લંડનમાં ક્રિસ કેર્ન્સના વિરૂદ્ધ મેચ ફિક્સિંગ મામલામાં જુબાની આપવાના તેમના આ નિર્ણયથી કોઇ સરોકાર નથી.
કેર્ન્સને કોર્ટે ક્લીન ચિટ આપી હતી, જેના બાદ તેણે મેકુલમને એ સ્પષ્ટ કરવા માટે કહ્યું કે, તે પ્રોસિકયૂશનના સાક્ષીના રૂપમાં કેમ હાજર થયા હતા. મેકુલમની કેપ્ટનશીપમાં ન્યૂઝીલેન્ડએ 31 માંથી 11 ટેસ્ટ જીતી અને 11 ડ્રો રહી. વનડે કેપ્ટનના રૂપમાં તેમની સફળતા 59.43 ટકા રહી. તેઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ 2002માં ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ કર્યું હતુ, જેના બે વર્ષ બાદ દક્ષિણ આફ્રિકાના વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ રમી હતી.
મેકુલમે 99 ટેસ્ટમાં 11 સેન્ચ્યુરી લગાવી અને ન્યૂઝીલેન્ડના એકલા અને દુનિયાના 24માં ખેલાડી છે, જેમને ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડના માટે તેઓએ સ્ટીફન ફ્લેમિંગના બાદ સૌથી વધુ 6172 રન બનાવ્યા છે. ટી-20 ક્રિકેટમાં પણ તેમનું નામ સંયુક્ત રૂપથી સૌથી વધુ છક્કા (91)નો રેકોર્ડ છે.