Home /News /cricket /વિશાખાપટ્ટનમમાં ભારત vs ઓસ્ટ્રેલિયાઃ વર્લ્ડકપ પહેલા કોહલી બ્રિગેડની પરીક્ષા

વિશાખાપટ્ટનમમાં ભારત vs ઓસ્ટ્રેલિયાઃ વર્લ્ડકપ પહેલા કોહલી બ્રિગેડની પરીક્ષા

ભારત પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયન ટીમ થોડી જ કલાકોમાં આમને સામને થશે, સીરિઝની શરુઆત ટી-20 મેચથી થશે જે વિશાાપટ્ટનમમાં રમાનાર છે. છેલ્લે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા-ભારત ટકરાયા હતા. એ વખતે સીરિઝ 1-1થી ડ્રો રહી હતી. તો વિરામ બાદ કેપ્ટન કોહલી પરત ફરશે જેના પર સૌકોઇની નજર રહેશે.

વાત ભારતની કરીએ તો તાજેતરમાં કિવિઝ સામે 1-2 થી સિરીઝ હાર્યું હતું જયારે કાંગારું બિગ બેશમાંથી રમીને આવી રહ્યા છે. તેવામાં આ ટી-20 સિરીઝને બંને ટીમ વર્લ્ડકપ પહેલા રિધમ મેળવવાની ગણિતથી જ રમશે.

અહીં ક્લિક કરી વાંચોઃ Sridevi Death Anniversary: ઉંમરની વાત પર ગુસ્સે ભરાતી શ્રીદેવી, જાણો એવી જ વાતો

ભારત માટે આ સિરીઝમાં કેપ્ટ્ન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વાપસી કરી રહ્યા છે. તે બંનેને કિવિઝ સામે આરામ આપવામાં આવ્યો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ 2 ટી-20 અને 5 વનડે માટે એક જ ટીમ મોકલી છે. બિગ બેશમાં હાઈએસ્ટ રન સ્કોરર ડાર્સી શોર્ટ અને હાઈએસ્ટ વિકેટ ટેકર કેન રિચાર્ડસન પણ આ ટીમનો ભાગ છે. મિચેલ સ્ટાર્ક ઇજાના લીધે ભારતના પ્રવાસમાં ટીમનો ભાગ નથી. ભારતે છેલ્લી 5માંથી 2 મેચ જીતી છે અને 3 હારી છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી 5માંથી 1 મેચ જીતી છે અને 4 હારી છે.





ઓસ્ટ્રેલિયા માટે ગેમ ચેન્જરની ભૂમિકા ડાર્સી શોર્ટ નિભાવી શકે છે, શોર્ટ બિગ બેશમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો. તે શૉન માર્શ ઓસ્ટ્રેલિયાથી આવે ત્યાં સુધી ટીમનો ભાગ રહેશે. તે વર્લ્ડકપ પહેલા પોતાની દાવેદારી મજબૂત કરવા સારું પ્રદર્શન કરવા માટે થનગની રહ્યો છે. શોર્ટે આઇપીએલમાં સ્પિન સામે રન કરવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. તે આ વખતે ઇતિહાસનું પુનરાવર્તન ન કરતા ઓસ્ટ્રેલિયાની ટીમમાં કાયમી ઓપનર તરીકે સ્થાન મજબૂત કરવા પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરશે.

ઓસ્ટ્રેલિયા પાસે આરોન ફિન્ચ સાથે ઓપનિંગ કરવા માટે અનેક વિકલ્પ છે. એલેક્સ કેરી, ઉસ્માન ખ્વાજા, દાસી શોર્ટ, માર્ક્સ સ્ટોઈનિસ અને ગ્લેન મેક્સવેલ, કોઈ પણ તેની સાથે ઓપન કરી શકે છે. બિગ બેશ ફોર્મને ધ્યાનમાં રાખતા શોર્ટ ઓપન કરે તેવી સંભાવના વધારે છે. પેટ કમિન્સ પ્લેઈંગ 11માં પસંદ થાય તો તે 2 વર્ષ પછી ટી-20 મુકાબલો રમશે.

ભારતે દિનેશ કાર્તિક અને લોકેશ રાહુલ વચ્ચેથી મિડલ ઓર્ડર માટે કોઈ એકની પસંદગી કરવાની રહેશે. કાર્તિકે છેલ્લા કેટલાક સમયથી ફિનિશર તરીકે સફળતા મેળવી છે. બીજી તરફ રાહુલે ઇન્ડિયા-A માટે રન કરીને પોતાની દાવેદારી મજૂબત કરી છે. સિરીઝની પહેલી મેચમાં ભારત અનુભવી બોલર્સ પસંદ કરે તેવી સંભાવના છે. તેથી સિદ્ધાર્થ કોલ અને મયંક માર્કન્ડેને જગ્યા નહીં મળે તેવી પ્રબળ શક્યતા છે.
First published:

Tags: Australia tour, India vs australia, T-20 match, World cup

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો