BCCIએ વર્લ્ડકપ દરમિયાન ખેલાડીઓને ગર્લફ્રેન્ડ અને પત્નીઓને પોતાની સાથે રાખવા સંબંધિત નિયમ બહાર પાડ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું કે વર્લ્ડ કપ 2019માં રમવા માટે ઇંગ્લેન્ડ જનારા ભારતીય ક્રિકટરો ટૂર્નામેન્ટ દરમિયાન માત્ર 15 દિવસ જ પોતાની પત્નીઓ અને ગર્લફ્રેન્ડની સાથે રહી શકે છે.
બોર્ડ તરફથી જણાવવામાં આવ્યું કે આ ટૂર્નામેન્ટના પ્રથમ 21 દિવસ સુધી ખેલાડીઓની પત્ની તથા ગર્લફ્રેન્ડ તેની સાથે રહી શકશે નહીં. ત્યારબાદ ખેલાડી પોતાની પત્ની અને ગર્લફ્રેન્ડની સાથે રહી શકે છે. પરંતુ સાથે રહેવાના દિવસોની સંખ્યા 15થી વધુ નહીં હોય. ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપ 30 મેએ યોજાનાર છે અને 15 જુલાઇ સુધી ચાલશે.
અંગ્રેજી ન્યૂઝ પેપર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો કોહલીની પત્ની અનુષ્કા શર્મા ટૂર્નામેન્ટના અંત સુધી રહેવા ઇચ્છે છે તો તે ટૂર્નામેન્ટના નોકઆઉટ ગેમ સુધી જ સાથે રહી શકશે.
કેપ્ટન વિરાટ કોહલીએ વિશ્વ કપ દરમિયાન પરિવારને સાથે રાખવાની અનુમતી માગી હતી, પરંતુ બોર્ડે આ ટૂર્નામેન્ટ માટે નિયમમાં બદલાવ કર્યો, બોર્ડે કોહલી સાથે ચર્ચા કર્યા વગર નિયમોમાં બદલાવ કર્યો છે. તો કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક પ્રવાસ દરમિયાન BCCIને ખેલાડીઓના પરિવારની વ્યવસ્થા કરવામાં ખુબ જ મુશ્કેલી પડી હતી. આ વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમના ગ્રૂપ 37 સભ્યોનું થઇ ગયું હતું અને તેની વ્યવસ્થા કરવામાં બોર્ડને ખુબ જ તકલીફ પડી હતી.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર