BCCIનો ખુલાસો, દુબઈની હોટલમાં રોકાયો હતો મોહમ્મદ શમી

News18 Gujarati
Updated: March 20, 2018, 8:23 AM IST
BCCIનો ખુલાસો, દુબઈની હોટલમાં રોકાયો હતો મોહમ્મદ શમી

  • Share this:
બીસીસઆઈએ કોલકાતા પોલીસને જણાવ્યું કે, મોહમ્મદ શમી દૂબઈમાં 17 અને 18 ફેબ્રુઆરીએ રોકાયો હતો. આ સાથે જ મોહમ્મદ શમીની મુશ્કેલીઓનો અંત આવતો દેખાઈ રહ્યો નથી.

પાછલા ઘણા સમયથી ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પોતાની પત્ની હસીન જહાંના આરોપોના કારણે મીડિયાના સમાચારોમાં ચમકી રહ્યો છે. આ વિવાદના કારણને લઈને તેને બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રેક્ટથી પણ બહાર રાખ્યો છે અને આઈપીએલમાં રમવા પર સસ્પેન્સ બનેલું છે.

જોકે, બીસીસીઆઈની કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્નાએ કહ્યું કે, વિવાદમાં સપડાયેલા મોહમ્મદ શમી આઈપીએલમાં રમશે કે, નહી તે બીસીસીઆઈની એન્ટ્રી કરપ્શન યૂનીટની (એસીયૂ) રિપોર્ટ બાદ નક્કી થશે.

બીસીસીઆઈએ એસીયૂ પ્રમુખ નીરજ કુમારને તપાસ માટે સાત દિવસનો સમયગાળો આપ્યો છે. શમીને દિલ્હી ડેયરડેવિલ્સે ત્રણ કરોડમાં ખરીદ્યો છે.
First published: March 19, 2018, 11:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading