Home /News /cricket /

IPL 2019ના ગ્રુપ સ્ટેજનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે અને ક્યાં હશે મેચ

IPL 2019ના ગ્રુપ સ્ટેજનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે અને ક્યાં હશે મેચ

ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 12મી સીઝનમાં ગ્રૂપ સ્ટેજની તમામ મેચના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી.

ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 12મી સીઝનમાં ગ્રૂપ સ્ટેજની તમામ મેચના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી.

  ઇન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 12મી સીઝનમાં ગ્રૂપ સ્ટેજની તમામ મેચના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આઇપીએલની આ વર્ષનો કાર્યક્રમ એપ્રિલ-મેમાં યોજાનાર લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી તૈયાર કરવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટની શરૂઆત 23 માર્ચે થશે, પ્રથમ મેચ ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં ચેન્નઇ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે હશે.

  રોયલ ચેલેન્જર્સ બેંગલોર આઈપીએલની એવી ટીમ રહી છે જે પોતાના દમદાર ખેલાડીઓના કારણે હંમેશા લોકપ્રિય રહી છે. આ વખતે પણ ટીમ પાસે વિરાટ કોહલી, ડી વિલિયર્સ, શિમરોન હેટમાયર જેવા ક્રિકેટ વર્લ્ડના એવા નામો છે જેના માટે પ્રશંસકો દિવાના રહે છે. સ્ટાર ખેલાડી હોવા છતા ટીમ હજુ સુધી ચેમ્પિયન બની નથી. શું વિરાટ કોહલી પ્રથમ વખત ટીમને ચેમ્પિયન બનાવી શકશે તે જોવું રસપ્રદ રહેશે?

  આઇપીએલ-12માં બધાની નજર વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ પર રહેશે. ગત સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં ટીમે બે વર્ષના પ્રતિબંધ પછી વાપસી કરતા ચેમ્પિયન બનીને પોતાનો દમ બતાવ્યો હતો. આઈપીએલ સર્કિટમાં આ ટીમના દર્શકોનો જોશ ઘણો જોરદાર હોય છે.

  આઇપીએલ 2019 શરુ થવાને આડે હવે થોડો સમય બચ્યો છે અને આ સમયે દરેક ફ્રેન્ચાઇઝી પોતાના ટીમ સંયોજન ઉપર ઘણું ફોક્સ કરી રહી છે. ત્રણ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ ઉપર બધાની નજર છે અને આશા છે કે આ ટીમ ચોથી વખત ચેમ્પિયન બનવા સફળ રહેશે.  કિંગ્સ ઇલેવન પંજાબ આઇપીએલની એક એવી ટીમ છે જેણે હજુ સુધી આ ખિતાબ હાંસલ કર્યો નથી. જોકે, આ વખતે ટીમ ખૂબ જ સંતુલિત છે. ટીમમાં ગેલ, રાહુલ અને અશ્વિનની તિગડી છે. જેના કારણે ખિતાબના દાવેદારો તરીકે તે ચર્ચામાં છે.

  આઇપીએલ 2018 માટે ટીમ બનાવવા દરમિયાન કોલકાતા નાઇટ રાઇડર્સને બે વખત ટાઇટલ અપાવનાર ગૌતમ ગંભીરને રિટેન ના કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ પછી મેનેજમેન્ટે દિનેશ કાર્તિક ઉપર મોટા દાવ ખેલ્યો હતો. જે ઘણા અંશે યોગ્ય સાબિત થયો હતો. ટીમ ગત સિઝનમાં ત્રીજા સ્થાને રહી હતી. આ વખતે પ્રશંસકોને ટીમ ચેમ્પિયન બને તેવી આશા છે.

  Sunrisers Hyderabad's teammates congratulate teammate Shakib Al Hasan, second left for dismissing Kolkata Knight Riders' Dinesh Karthik during the VIVO IPL cricket T20 matchin Kolkata, India, Friday, May 25, 2018. (AP Photo/Bikas Das)


  આઇપીએલનો રોમાંચ શરુ થવાનો છે અને સનરાઇઝર્સ હૈદરાબાદ સાતમી વખત મેદાનમાં છે. આ વખતે 2016માં ટીમને પ્રથમ ટાઇટલ અપાવનાર ડેવિડ વોર્નરની ટીમમાં વાપસી નક્કી છે. જે ગત વર્ષે બોલ ટેમ્પરિંગ સ્કેન્ડલના કારણે લીગથી બહાર થઈ ગયો હતો. સચ કહેવામાં આવે તો આ ટીમ ટાઇટલ જીતવામાં દમ રાખે છે. જોકે કેપ્ટનશિપનો પેચ ફસાઇ શકે છે. અંતિમ સિઝનમાં કેન વિલિયમ્સને ટીમને બુંલદીઓ ઉપર પહોંચાડી હતી.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Dhoni, Kohli, બીસીસીઆઇ

  આગામી સમાચાર