Ashes: ઈંગ્લેન્ડે બનાવ્યો શરમજનક રેકોર્ડ, 144 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં બીજીવાર થયું આવું
Ashes: ઈંગ્લેન્ડે બનાવ્યો શરમજનક રેકોર્ડ, 144 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં બીજીવાર થયું આવું
ઓસ્ટ્રેલિયા અને ઈન્ગલેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ઈન્ગલેન્ડની શરમજનક હાર
Aus VS ENG Ashes : 2021માં ઈન્ગલેન્ડના બેટ્સમેન 54 વખત શૂન્ય (54 times) પર આઉટ થયા છે. 144 વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમી રહેલી ઈંગ્લેન્ડની ટીમ સાથે આવું બીજી વખત બન્યું છે.
Aus VS ENG Ashes : મેલબોર્ન. જો રૂટની કેપ્ટનશીપવાળી ઈંગ્લેન્ડની ટીમ મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના હાથે પીટાઈ ગઈ. એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં, ઓસ્ટ્રેલિયાએ પ્રવાસી ટીમ (Aus vs England) ને એક દાવ અને 14 રને હરાવ્યું. આ સાથે પેટ કમિન્સની (Pat Cummins) આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે એશિઝ શ્રેણી (Ashes Series) પણ કબજે કરી લીધી હતી. યજમાન ઓસ્ટ્રેલિયા (Ashes Australia 3-0) હવે પાંચ ટેસ્ટની શ્રેણીમાં 3-0થી આગળ છે. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 185 રનમાં સમેટાઈ ગયો હતો જ્યારે બીજી ઈનિંગમાં તેના બેટ્સમેનો 68 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.
ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની વાત કરીએ તો ડેવિડ મલાન, જેક લીચ, માર્ક વુડ અને ઓલી રોબિન્સન ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. પ્રથમ દાવમાં ઓપનર બેટ્સમેન હસીબ હમીદ શૂન્ય પર આઉટ થયો હતો. આ સાથે ઈંગ્લેન્ડની ટીમે એક ખરાબ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ વર્ષે એટલે કે 2021માં તેના બેટ્સમેન 54 વખત શૂન્ય (54 times) પર આઉટ થયા છે. 144 વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમી રહેલી ઈંગ્લેન્ડની ટીમ સાથે આવું બીજી વખત બન્યું છે. અગાઉ 1998માં ઈંગ્લેન્ડના ખેલાડીઓ સૌથી વધુ 54 વખત આઉટ થયા હતા.
સ્કોટ બોલેન્ડનો તરખાટ
આ મેચમાં ડેબ્યૂ કરનાર 32 વર્ષીય ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડે બીજી ઈનિંગમાં કિલર બોલિંગ કરી હતી. બોલેન્ડે ઇંગ્લેન્ડ સામેની બીજી ઇનિંગમાં માત્ર 7 રનમાં છ વિકેટ ઝડપી હતી. બોલેન્ડે કુલ સાત વિકેટ લીધી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે બીજી ઈનિંગમાં 28 રન બનાવ્યા હતા. આ સાથે, તે એક કેલેન્ડર વર્ષમાં 1700 થી વધુ ટેસ્ટ રન બનાવનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બન્યો. રૂટે આ વર્ષે 15 ટેસ્ટની 29 ઇનિંગ્સમાં 61ની એવરેજથી 1708 રન બનાવ્યા છે. 6 સદી અને 4 અડધી સદી ફટકારી છે.
જો રૂટ જો કે મોહમ્મદ યુસુફ અને વિવ રિચર્ડ્સનો રેકોર્ડ તોડવાનું ચૂકી ગયો. વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનના મોહમ્મદ યુસુફના નામે છે જેણે 2006માં 11 મેચમાં 1788 રન બનાવ્યા હતા. તેના પછી વેસ્ટ ઈન્ડિઝના ધમાકેદાર બેટ્સમેન વિવ રિચર્ડ્સનો નંબર આવે છે, જેણે 1976માં 11 ટેસ્ટ મેચમાં 1710 રન બનાવ્યા હતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર