Home /News /cricket /

આ વર્લ્ડકપમાં ગુજરાતના 'અમુલ'ની ભારે ચર્ચા રહેશે, કારણ જાણવા જેવું

આ વર્લ્ડકપમાં ગુજરાતના 'અમુલ'ની ભારે ચર્ચા રહેશે, કારણ જાણવા જેવું

    ક્રિકેટ વર્લ્ડકપને હવે ગણતરીના જ દિવસો બાકી છે. તમામ ટીમો તૈયાર છે જો કે આ વખતે વર્લ્ડકપમાં નવી આવેલી ટીમો પર પણ સૌકોઇની નજર રહેશે, ખાસ કરીને અફઘાનિસ્તાનની ટીમ પર સૌકોઇની નજર રહેશે, જો કે અફઘાન ટીમને વધુ ખાસ બનાવવા માટે દુનિયાભરમાં જાણીતી ગુજરાતની અમુલ કંપનીએ સ્પોન્સરશિપ સંભાળી છે.

    કો-ઓપરેટીવ ક્ષેત્રે મોટું નામ ધરાવતી અમૂલે આ વખતે ઈંગ્લેંડ અને વેલ્સમાં રમનારા ક્રિકેટ વર્લ્ડકપમાં પહેલીવાર ભાગ લઇ રહેલી અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સર કરવાનો નિર્ણય કર્યો છે. આવું પહેલી વાર નથી કે અમૂલ દ્વારા કોઈ દેશની ક્રિકેટ ટીમને સ્પોન્સર કરવામાં આવી હોય, અગાઉ 2011ના ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ સ્પોન્સર કરી હતી . કંપનીના મેનેજીંગ ડિરેક્ટર આર. એસ. સોઢીના જણાવ્યા મુજબ, ક્રિકેટ જેવી રમત સમગ્ર વિશ્વમાં જાણીતી છે અને તેને જોનારો વર્ગ પણ બહોળો છે. આ રમત સાથે જોડાવાથી અમૂલને વૈશ્વિક બજારમાં માર્કેટિંગ અને બ્રાન્ડિંગમાં સારો ફાયદો થશે. આ સ્પોન્સરશીપ માટે અમૂલ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે અંતિમ તબક્કાની વાતચીત ચાલુ છે અને આ અંગેની જાહેરાત આવતા મંગળવારે કરવામાં આવશે.

    અહીં ક્લિક કરી વાંચોઃ ગંભીરે આફ્રીદીને આપ્યો જવાબ, કહ્યું - હું તને મનોચિકિત્સક પાસે લઈ જઈશ

    આ પહેલા કંપનીએ 2011માં ભારતમાં રમાયેલા ક્રિકેટ વર્લ્ડકપમાં નેધરલેંડની ટીમને સ્પોન્સર કરી હતી. જયારે 2017માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડની ટીમ સાથે જોડાણ કરીને સ્પોન્સર કરી હતી. સોઢીએ જણાવ્યું કે, અમે ક્રિકેટ સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા છીએ અને આ ઉપરાંત ભારતીય ઓલમ્પિકના ખેલાડીઓને અમે અલગ અલગ ટુર્નામેન્ટ માટે પણ સ્પોન્સર કરીએ છીએ.

    અફઘાનિસ્તાનમાં અમૂલની માર્કેટ વિષે જણાવતા આર. એસ. સોઢીએ કહ્યું કે, અમૂલ દ્વારા અફઘાનિસ્તાનમાં અંદાજે 3000 ટન બેબી ફૂડ અને મિલ્ક પાવડર નિકાસ કરવામાં આવે છે. આ દેશ સાથે અમારો વાર્ષિક રૂ. 50-60 કરોડનો બિઝનેસ છે. ટીમની સ્પોન્સરશીપના કારણે અફઘાનિસ્તાન સાથે અમારો બિઝનેસ વધશે તેવી અમને અપેક્ષા છે.

    ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન કે જે બ્રાન્ડ અમૂલ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેના દ્વારા 31 માર્ચ 2019ના રોજ પૂરા થતા નાણાંકિય વર્ષ 2018-19 દરમ્યાન રૂ. 33,150 કરોડનુ પ્રોવિઝનલ ટર્નઓવર હાંસલ કરવામાં આવ્યુ છે. અમૂલ ફેડરેશન ધ્વારા હાંસલ કરવામાં આવેલું ટર્નઓવર ગત નાણાંકીય વર્ષની તુલનામાં 13 ટકા જેટલુ વધારે છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Cricket world cup 2019, Sponsor, અફઘાનિસ્તાન, અમૂલ, આઇસીસી, ક્રિકેટ, ક્રિકેટ ટીમ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन