Rajasthan Royalsના ફાસ્ટ બોલર ચેતન સકારિયાના પિતાનું કોરોનાથી નિધન

ચેતન સાકરિયા

આઈપીએલ 2021માં ચેતન સકારિયાએ 7 વિકેટ મેળવી હતી. જાન્યુઆરી 2021 દરમિયાન તેણે પોતાના ભાઈને ખોયો હતો. આ સમયે ચેતન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતો હતો.

  • Share this:
    નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સન (Rajasthan Royals)ના ફાસ્ટ બોલર ચેતન સકારિયાના (chetan sakariya) પિતાના નિધનના સમાચાર મળી રહ્યા છે. કાતિલ કોરોના વાયરસે (coronavirus) તેમના પિતાની જિંદગી છીનવી લીધી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટે આ અંગે પુષ્ટી કરી છે. તેમણે કહ્યું છે કે આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે પરિવાર માટે પ્રાર્થના કરીએ છીએ.

    ફ્રેન્ચાઈઝીએ લખ્યું છે કે આ ખુબ જ પીડાની સાથે સૂચિત કરવું પડી રહ્યું છે કે કાંજીભાઈ સકારિયા કોરોનાથી જંગ હારી ગયા છે. અમે ચેતન સકારિયાના સંપર્કમાં છીએ. આ કઠીન સમયમાં તેમને અને તેમના પરિવારને હર સંભવ સહાયતા પ્રદાન કરશે.

    ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 14મી સીજન દરમિયાન ચેતન સકારિયાને જ્યારે જાણવા મળ્યું કે તેમના પિતા કોરોનાથી સંક્રમિત થયા છે. ત્યારે તેમણે તરત જ પોતાની સેલેરી પિતાની સારવાર માટે મોકલી આપી હતી. સકારિયાએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવારના એક માત્ર કમાનાર સભ્ય છે. આઈપીએલથી મળેલા પૈસાના કારણે જ તેમના પિતાની સારવાર સંભવ થઈ શકી હતી.

    આ પણ વાંચોઃ-ગોધરાઃ લગ્ન પહેલા મંગેતરે જ યુવતીની કરી નાંખી હત્યા, આરોપીએ જણાવ્યું હત્યાનું ચોંકાવનારું કારણ

    આ પણ વાંચોઃ-મોટા વેપારીના પુત્રએ તગડી રકમ ખર્ચીને થાઈલેન્ડથી બોલાવી કોલગર્લ, યુવતીનું બે દિવસમાં કોરોનાથી થયું મોત

    આ પણ વાંચોઃ-ગોધરાઃ હાથમાં લગ્નની મહેંદી સજે એ પહેલા જ યુવતીની હત્યા, ગુરુવારે લખાયા હતા લગ્ન, ખુશી મામતમાં ફેરવાઈ

    આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

    ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2021માં ચેતન સકારિયાએ 7 વિકેટ મેળવી હતી. જાન્યુઆરી 2021 દરમિયાન તેણે પોતાના ભાઈને ખોયો હતો. આ સમયે ચેતન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતો હતો.



    ભાવનગરમાં જન્મેલા 23 વર્ષીય ચેતન સાકરીયા, જેના પિતા બે વર્ષ પહેલાં ઓટો ચલાવતા હતા, સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રથમ મેચ રમ્યા હતા અને રાજસ્થાન રોયલ્સના બોલિંગ એટેકની પસંદગીના રૂપમાં બહાર આવ્યા હતા. ક્રિકેટરે કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલ સહિત ૩ વિકેટ ઝડપી હતી.
    Published by:ankit patel
    First published: