સાઉથ આફ્રિકાના એક બેટસમેન પોતાના 20માં જન્મદિવસ પર એક ઐતિહાસિક ઈનિંગ રમીને અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ શાનદાર ઈનિંગને લઈને આને પોતાનું નામ ક્રિકેટ બુકમાં પોતાનું નામ ટોચના સ્થાને લખાવી લીધું છે. 50 ઓવરની મેચમાં તેને એકલા હાથે પોતાના વ્યક્તિગત 490 રન ફટકારીને ક્રિકેટ જગતને ચોકાવી દીધું છે. આ સાઉથ આફ્રિકન બેટસમેન શેન ડેડ્સવેલે પોતાની ઝંઝાવાતી ઈનિંગમાં 151 બોલમાં જ 490 રન ફટકારી દીધા હતા. શેન ડેડ્સવેલે પોતાની ઈનિંગમાં રેકોર્ડ બ્રેક 57 સિક્સ અને 27 ફોર ફટકારીને વિરોધી ટીમના બોલર્સની ધોલાઈ કરી નાંખી હતી. શેનની વિસ્ફોટક બેટિંગની મદદથી ટીમે ત્રણ વિકેટનાં નુકસાને 677 રનનો મોટો સ્કોર ઉભો કરી નાંખ્યો હતો. શેને એનડબલ્યુ પુકે તરફથી રમી રહ્યો હતો. શેન ડેડ્સવેલ એક શાનદાર બેટ્સમેનની સાથે-સાથે વિકેટકિપર પણ છે. આ ઇનિંગ્સન પહેલાં તેનો વ્યક્તિગત સ્કોર માત્ર 42 રનનો જ હતો. જોકે તેને પોતાનાં 20મા જન્મદિવસે વિસ્ફોટક ઇનિંગ્સ રમીને દુનિયાને અચંબામાં નાંખી દીધી હતી.
ગઇકાલે એટલે કે, શનિવારે રમાયેલ મેચમાં શેનની ટીમ 'એનડબલ્યુ પુક એ'ની ટક્કર પૉટ ડૉર્પની સામે હતી. શેન ડેડ્સવેલ એક રાઇટહેન્ડ બેટ્સમેન છે. શેને શાનદાર ઈનિંગ રમીને પોતાના માટે ઈન્ટરનેશનલ મેચ માટેના દરવાજાઓ ખોલી નાંખ્યા છે. શેનની આ શાનદાર ઈનિંગ પર સાઉથ આફ્રિકાના સિલેક્ટર્સની નજર ના ગઈ હોય તેવું બની શકે તેમ નથી. વન-ડે ક્રિકેટમાં બેટસમેન મુશ્કેલથી બેવડી શતક બનાવી શકે છે, તેવામાં શેને તો 490 રન ઝૂડી નાંખ્યા હતા. શેન માટે આ એક યાદગાર ઈનિંગ બની રહેશે.
A 20 year old South African batsman Shane Dadswell made a record 490 in 151 balls, with 27 fours and 57 sixes! in a 50 over club game.
His side finally made 677/3 in 50 overs! https://t.co/ki1CU08SNK
— Mohandas Menon (@mohanstatsman) November 18, 2017
Insane batting in a 50-over club match in Potch. Is this ground the size of a postage stamp? And if CricInfo is to be believed, today is Dadswell's 20th birthday. pic.twitter.com/XwA2QzXkbK
— Ros Brodie (@ros_brodie) November 18, 2017
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર