Home /News /cricket /

LIVE: IND-SA Test Match, ત્રીજા દિવસે વરસાદનું વિઘ્ન, મેચ થોડી મોડી શરૂ થશે

LIVE: IND-SA Test Match, ત્રીજા દિવસે વરસાદનું વિઘ્ન, મેચ થોડી મોડી શરૂ થશે

બીજા દિવસના અંતે સાઉથ આફ્રિકા ટીમે 02 વિકેટના નુકશાને 65 રન બનાવ્યા છે...

બીજા દિવસના અંતે સાઉથ આફ્રિકા ટીમે 02 વિકેટના નુકશાને 65 રન બનાવ્યા છે...

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરિઝની પહેલી ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે વરસાદ વિઘ્ન બન્યો છે. કેપટાઉનમાં હાલ વરસાદ ચાલી રહ્યો છે, જેથી ટેસ્ટ મેચ થોડી મોડે શરૂ થાય તેવી સંભાવના છે. હાલમાં મેચ જોવા આવેલ પ્રેક્ષકો અને ભારત-સાઉથ આફ્રિકાના ખેલાડીઓ સ્ટેડિયમમાં વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે.

આ મુદ્દે ન્યુઝીલેન્ડના ક્યૂરેટર ઈવા ફ્લિંટે જણાવ્યું કે, સાંજ સુધી વરસાદ થવાની સંભાવના છે. પરંતુ સારી વાત એ છે કે, ગ્રાઉન્ડ ઘણા સમયથી સુખાયેલું પડ્યું છે. જેથી વરસાદ બાદ ગ્રાઉન્ડને સુખાતા વાર નહીં લાગે. એકવાર વરસાદ રોકાઈ જશે તો આશા છે કે, મેદાન એક કલાકમાં સુકાઈ જશે, અને મેચ શરૂ કરી શકાશે.

જોકે, કેપટાઉન પહાડોથી ઘણું નજીક છે, જેથી અહીં વરસાદ ક્યારે આવશે અને ક્કયારે બંધ થશે તે કહેવું મુશ્કેલ હોય છે. કેપટાઉનમાં જ્યારે પણ વરસાદ થાય ત્યારે ન્યુઝીલેન્ડમાં પણ વરસાદ જરૂર પડે છે.

ટેસ્ટમેચના બીજા દિવસના અંતે શું થયું

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલી રહેલ ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટના બીજા દિવસનો મુકાબલો ન્યૂલેંડ્સ સ્ડેડિયમમાં રમવામાં આવી રહ્યો છે. બીજા   દિવસે પણ ભારતીય ટીમની શરૂઆત નબળી રહી અને એક પછી એક વિકેટો પડતી ગઈ. આખરે ભારતીય ટીમ 209 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ સાઉથ આફ્રિકન ટીમ પોતાનો બીજો દાવ રમવા મેદાનમાં ઉતરી હતી. બીજા દિવસના અંતે સાઉથ આફ્રિકા ટીમે 02 વિકેટના નુકશાને 65 રન બનાવ્યા છે. હાશિમ અમલા 04 રન અને કાજીસો રબાડા 02 રન બનાવી રમતમાં છે. હવે આજે સાઉથ આફ્રિકા પોતાની રમત આગળ વધારશે.

સાઉથ આફ્રિકા બીજો દાવ - કોણ કેટલા રને આઉટ


  • ડીન એલ્ગર 54 બોલમાં 25 રન બનાવી આઉટ

  • એડેન માર્કરામ 43 બોલમાં 34 રન બનાવી આઉટ



ભારત પ્રથમ દાવ -  કોણ કેટલા રન બનાવી આઉટ થયું


  • મુરલી વિજય 17 બોલમાં 01 રન બનાવી આઉટ

  • શિખર ધવન 13 બોલમાં 16 રન બનાવી આઉટ

  • વિરાટ કોહલી 13 બોલમાં 05 રન બનાવી આઉટ

  • રોહિત શર્મા 59 બોલમાં 11 રન બનાવી આઉટ

  • ચેતેશ્વર પૂજારા 92 બોલમાં 26 રન બનાવી આઉટ

  • અશ્વિન 31 બોલમાં 12 રન બનાવી આઉટ

  • રિદ્ધીમાન સાહા 08 બોલમાં 00 રનમાં જ આઉટ

  • હાર્દિક પંડ્યા 95 બોલમાં 93 રનમાં જ આઉટ

  • ભુવનેશ્વરકુમાર  86 બોલમાં 25 રનમાં જ આઉટ

  • જસપ્રિત બુમરાહ 13 બોલમાં 02 રનમાં જ આઉટ

  • મોહમ્મદ સામી  15 બોલમાં 04 રન બનાવી નોટ આઉટ રહ્યો


ટેસ્ટમેચના પ્રથમ દિવસે શું થયું?
ટેસ્ટમેચના પ્રથમ દિવસે સાઉથ આફ્રિકા બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યું હતું, પરંતુ ભારતીય બોલરોના સપાટા વચ્ચે સાઉથ આફ્રિકાની પૂરી ટીમ પ્રથમ દિવસે જ ઓલ આઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકા માત્ર 286 રન બનાવી શકી હતી, ત્યારબાદ ભારતના બેટ્સમેન વળતો જવાબ આપવા મેદાનમાં ઉતર્યા, પરંતુ ભારતની પણ શરૂઆત નબળી રહી હતી અને પ્રથમ દિવસના અંતે ભારત 03 વિકેટના નુકશાને 28 રન બનાવી શક્યું હતું.

દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવ - કોણ કેટલા રન બનાવી આઉટ

ડીન એલ્ગર 03 બોલમાં 00 રન બનાવી આઉટ

એડેન માર્કરામ 11 બોલમાં 05 રન બનાવી આઉટ

હાશિમ અમલા 10 બોલમાં 03 રન બનાવી આઉટ

એબી ડી વિલિયર્સ 84 બોલમાં 65 રન બનાવી આઉટ

ફૅફ ડુ પ્લેસીસ (કેપ્ટન) 104 બોલમાં 62 રન બનાવી આઉટ

ક્વિન્ટન ડી કોક (વિકેટકિપર) 40 બોલમાં 43 રન બનાવી આઉટ

વર્નોન ફિલાન્ડર 35 બોલમાં 23 રન બનાવી આઉટ

કેશવ મહારાજ 47 બોલમાં 35 રન બનાવી આઉટ

ડેલ સ્ટેન 31 બોલમાં 16 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

કાજીસો રબાડા 66 બોલમાં 26 રન બનાવી આઉટ

મોર્ન મોર્કેલ 09 બોલમાં 02 રન બનાવી આઉટ

કોણે કેટલી વિકેટ લીધી



  • ભવનેશ્વરકુમારે 19 ઓવરમાં 4 મેડમ ઓવર સાથે 87 રન આપી 04 વિકેટ ઝડપી

  •  મોહમ્મદ સામી 16 ઓવરમાં 6 મેડમ ઓવર સાથે 47 રન આપી 01 વિકેટ ઝડપી

  • જસપ્રિત બુમરાહ 19 ઓવરમાં 1 મેડમ ઓવર સાથે 73 રન આપી 01 વિકેટ ઝડપી

  •  હાર્દિક પંડ્યા 12 ઓવરમાં 1 મેડમ ઓવર સાથે 53 રન આપી 01 વિકેટ ઝડપી

  •  રવિચંદ્રન અશ્વિન 7.1 ઓવરમાં 1 મેડમ ઓવર સાથે 21 રન આપી 02 વિકેટ ઝડપી



ભારત: શિખર ધવન, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, રિદ્ધિમાન સાહા (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ભુવનેશ્ર્વર કુમાર, જસપ્રિત બૂમરાહ

દક્ષિણ આફ્રિકા: ડીન એલ્ગર, એડેન માર્કરામ, હાશિમ અમલા, એબી ડી વિલિયર્સ, ફૅફ ડુ પ્લેસીસ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકિપર), વર્નોન ફિલાન્ડર, કેશવ મહારાજ, ડેલ સ્ટેન, કાજીસો રબાડા, મોર્ન મોર્કેલ
First published:

Tags: India vs South Africa, Test Match, Test series, વરસાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन