PCB અધ્યક્ષની ખુલ્લી ચેતવણી, જો ભારત પાકિસ્તાનમાં એશિયા કપ નહીં રમે તો...

જો ભારત પાકિસ્તાનમાં એશિયા કપ નહીં રમે તો...

રમીઝ રજાએ કહ્યું કે, જો પાકિસ્તાનની ટીમ આવતા વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં નહીં રમે તો જોઈશું કે આ ટૂર્નામેન્ટ કોણ જોવા જશે. અમારું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ છે કે, જો ભારતીય ક્રિકેટ ટીમ અહીં પાકિસ્તાનમાં રમશે તો જ અમે ભારત જઈશું અને વર્લ્ડ કપ રમીશું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચેના સંબંધો કેવા છે તે બધા જાણે છે. PCBએ ભારત સાથે શ્રેણી રમવા માટે તમામ પ્રયાસો કરી દીધા છે. આ મામલાની વાત કરીએ તો ICCમાં ગયા પછી પણ તે ખાલી હાથ પાછો ફર્યો છે. BCCI પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે, ભારતીય ટીમ ICC અથવા બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમશે પરંતુ શરત એ છે કે મેચ તટસ્થ સ્થળ પર હોવી જોઈએ. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, ટીમ કોઈપણ ભોગે એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય.

    આ પણ વાંચો: વર્લ્ડકપ જીતવો હોય તો IPL બંધ કરો! કેપ્ટન રોહિતના ખાસ વ્યક્તિની સલાહ

    થોડા દિવસો પહેલા BCCIના સચિવ જય શાહે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રઝાને સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય ટીમ એશિયા કપમાં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય. તેને તટસ્થ સ્થળે કરાવવાનું વિચારી શકાય. આ નિવેદન બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. PCB ચીફ રમીઝ રઝાએ ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, તેઓ ભારતમાં યોજાનારી ODI વર્લ્ડનો બહિષ્કાર કરશે. હવે ફરી એકવાર તેણે પોતાની વાત દોહરાવી છે.

    એક ઉર્દૂ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે, “જો પાકિસ્તાનની ટીમ આવતા વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં નહીં રમે તો, જોઈએ કે આ ટૂર્નામેન્ટ કોણ જોવા જશે છે. અમારું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ છે કે જો ભારતીય ક્રિકેટ ટીમ અહીં પાકિસ્તાનમાં રમશે તો જ અમે ભારત જઈશું અને વર્લ્ડ કપ રમીશું. જો તેઓ અહીં નહીં આવે તો તેઓ અમારા વિના વર્લ્ડ કપ રમી શકે છે.

    અમારું વલણ આક્રમક રહેશે

    અમે અમારું આક્રમક વલણ જાળવી રાખીશું, અમારી ટીમ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. મેં હંમેશા કહ્યું છે કે, આપણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને સુધારવાની જરૂર છે અને આ ત્યારે જ શક્ય બની શકે છે, જ્યારે આપણું પ્રદર્શન સારું હોય. અમે વર્ષ 2021ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમને હરાવી હતી. આ પછી, અમે એશિયા કપ T20 માં પણ ભારતીય ટીમને હરાવી છે. એક વર્ષમાં અમે અબજ ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતા દેશને બે વાર હરાવવાનું અદ્ભુત કામ કર્યું છે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Cricket News Gujarati, India Vs Pakistan, PCB, Team india

    विज्ञापन
    विज्ञापन