નોકરિયાતો માટે મોટા સમાચાર! Gratuity માટે 5 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે, આટલા સમયમાં જ મળશે પૈસા

News18 Gujarati
Updated: May 16, 2020, 7:54 PM IST
નોકરિયાતો માટે મોટા સમાચાર! Gratuity માટે 5 વર્ષ સુધી રાહ નહીં જોવી પડે, આટલા સમયમાં જ મળશે પૈસા
પ્રતિકાત્મક તસવીર

ગ્રેચ્યૂટી માટે પાંચ વર્ષની શરત વહેતી તકે ખતમ થઈ શકે છે. આ ઉપરાંત ફિક્સ્ડ ટર્મ ઉપર કામ કરનારને પણ ગ્રેચ્યુટી મળશે. આના સાથે સંકળાયેલા મોટા લેબર રિફોર્મને ઝલદી મંજૂરી મળી શેક છે.

  • Share this:
નવી દિલ્હીઃ ગ્રેચ્યુટી (Gratuity)માટે પાંચ વર્ષની શરત વહેતી તકે ખતમ થઈ શકે છે. આ ઉપરાંત ફિક્સ્ડ ટર્મ ઉપર કામ કરનારને પણ ગ્રેચ્યુટી મળશે. આના સાથે સંકળાયેલા મોટા લેબર રિફોર્મને ઝલદી મંજૂરી મળી શેક છે. ગ્રેચ્યુટી નિયમોમાં રાહત આપતા 5 વર્ષ કામ કરવાની શરત હટાવવામાં આવશે. હવે ગ્રેચ્યુટી માટે કોઈપણ કંપનીમાં પાંચ વર્ષ કામ કરવાની જરૂર નહીં રહે. 1 વર્ષ સુધી કામ કરનાને પણ ગ્રેચ્યુટી મળશે. ગ્રેચ્યુટી માટે સમય સીમાની શરત હટી શકે છે. હવે જેટલા દિવસ કામ એટલા દિવસ ગ્રેચ્યુટી મળશે. ફિક્સ્ડ ટર્મવાળા લોકોને પણ ગ્રેચ્યુટીનો ફાયદો મળશે. જોકે, સોશિયલ સિક્યોરિટી કોડમાં સમય સીમનો ઉલ્લેખ કર્યો નથી. સંસદની સ્થાયી સમિતિ આ મહિને આના ઉપર રિપોર્ટ સૌંપી શકે છે. લેબર કોડ ઉપર સરકાર સંસદની મંજૂરી લેશે. 1 વર્ષની સીમા નક્કી કરવાથી કરોડો કર્મચારીઓને રાહત મળશે.

શું છે વર્તમાન વ્યવસ્થ્યા
સર્વિસમાં પાંચ વર્ષ પૂરા થયા ઉપર કર્મચારી ગ્રેચ્યુટીનો હકદાર બને છે. પાંચ વર્ષ પહેલા નોકરી છોડવા ઉપર આ રાશી મળતી નથી. ગ્રેચ્યૂટી સાથે જોડાયેલો એક મહત્વનો નિયમ એ પણ છે કે પાંચ વર્ષની સેવા પહેલા કર્મચારીનું મોત થાય છે તો કંપની પરિવારને એ ગ્રેચ્યૂટીની રકમ આપવાની હોય છે. આ પ્રકારે જો કોઈ કર્મચારી નોકરી દરમિયાન દિવ્યાંગ થઈ જાય છે તો કંપનીએ પણ તેને ગ્રેચ્યૂટી આપવાની રહેશે.

ધોરણ -12  વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાણવા માટે

લેબર કોડમાં અનેક નવી જોગવાઈઓનાણાંમંત્રી નિર્મલા સીતારમણએ (Finance Minister Nirmala Sitharaman) લેબર કોડમાં અન્ય બીજી જોગવાઈઓ વિશે પણ જણાવ્યું હતું. જેમાં પ્લેટપોર્મ કર્મચારીઓ માટે અને સામાજિક સુરક્ષા યોજનાને લોન્ચ કરવામાં આવશે. છટણીવાળા કર્મચારીઓ માટે રિ-સ્કિલિંગ ફંડને લાવવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું હતું કે, દરેક વ્યવસાયોમાં મહિલાઓ માટે ખોલવામાં આવશે. અને સુરક્ષા ઉપાયોની સાથે રાતમાં કામ કરવાની મંજૂરી પણ હશે. આ ઉપરાંત અસંગઠિત કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા ફંડની જોગવાઈ હશે. ન્યૂનતમ વેતનના અધિકાર અને વેતનનો સમય ઉપર ચૂકવણું બધા કર્મચારીઓ માટે કરવામાં આવશે. જે અસંગઠિત કર્મચારીનો પણ સમાવેશ હશે. વર્તમાનમાં ન્યૂનતમ પગારનો નિયમ માત્ર 30 ટકા કર્મચારીઓ ઉપર લાગુ હશે.

નેશનલ ફ્લોર વેજ માટે કાયદાકીય જોગવાઈ રજૂ કરવામાં આવશે. જેનાથી ન્યૂનતમ વેતનમાં ક્ષેત્રીય અસમાનતા ઓછી થશે. ન્યૂનતમ વેતનને નિર્ધારને આસાન કરવામાં આવશે. બદા કર્મચારીઓ માટે એપોઈમેન્ટ લેટર આપવામાં આવશે. કર્મચારીઓનું વાર્ષીક હેલ્થ ચેકઅપ કરવામાં આવશે.
First published: May 16, 2020, 7:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading