WHOએ કહ્યું- હવે કોરોના સાથે જીવતા શીખી લો, યુવાનોને પણ છે મોતનો ખતરો

WHOએ કહ્યું- હવે કોરોના સાથે જીવતા શીખી લો, યુવાનોને પણ છે મોતનો ખતરો
WHOના પ્રમુખ ટેડ્રૉસ અડહૉનમ ગીબ્રીએસુસ

WHOના પ્રમુખે કહ્યું કે જો યુવાનો તેમ સમજી રહ્યા છે કે તેમના આ વાયરસથી તેમને ઓછો ખતરો છે તો કહી દઉં કે યુવાનોને ન ખાલી સંક્રમણ થાય છે પણ મોત થવાની પણ સંભાવના બનેલી છે.

  • Share this:
    વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)એ ગુરુવારે ચેતવણી આપી કે હાલ કોરોના વાયરસની (Coronavirus)વેક્સીન (Covid-19 Vaccine) બનવામાં સમય લાગવાનો છે. ત્યાં સુધી દુનિયાએ તેની સાથે જીવતા શીખી લેવું જોઇએ. WHOના પ્રમુખ ટેડ્રૉસ અડહૉનમ ગીબ્રીએસુસ (Tedros Adhanom Ghebreyesus)એ કહ્યું કે દુનિયાએ કોરોના વાયરસ સાથએ જીવતા શીખવું પડશે. WHO કહ્યું કે જો યુવાનો તેમ સમજી રહ્યા છે કે તેમના આ વાયરસથી કોઇ નથી કે ઓછો ખતરો છે તો તેમને કહી દઉં કે યુવાનોને ન ખાલી સંક્રમણ પણ મોત થવાની પણ સંભાવના બનેલી છે. અને આ દ્વારા તે અનેક નબળા વર્ગો સુધી તેને ફેલાવાનું કામ પણ કરે છે.

    માટે સારું તે જ રહેશે કે આપણે વાયરસ સાથે રહેવાનું શીખી લઇએ અને આપણે પોતાના અને બીજાના જીવનની સુરક્ષા કરતા રહીએ. જીવન જીવવા માટે જરૂરી સાવતેચી અપનાવવાની જરૂર છે. સાથે જ તેમણે અનેક દેશોમાં ફરી જાહેર કરેલા પ્રતિબંધોની પણ પ્રશંસા કરી છે. ટેડ્રોસે સાઉદી અરબે લગાવવામાં આવેલા પ્રતિબંધોની વાત કરતા સાઉદી સરકારના કામના વખાણ કર્યા અને કહ્યું કે આ રીતના કડક પગલા લઇને સરકાર સારું ઉદાહરણ રજૂ કરી રહી છે. આજના સમયમાં બદલતી હકીકતની સાથે તાલમેળ બનાવવા શું કરવું તે વિચારવું જોઇએ.




    વધુમાં તેમણે કહ્યું કે અનેક દેશોના યુવાનો માને છે કે તે યુવાન છે માટે તેમને બહુ બહુ તો સામાન્ય સંક્રમણ થઇ શકે છે અમે પહેલા પણ ચેતવણી આપી છે અને હજી પણ કહીએ છીએ કે યુવાનો પણ કોરોનાથી અછૂત નહીં રહી શકે. તેમને પણ એટલું જ જોખમ છે. અને તે મરી પણ શકે છે.



    સાથે જ ટેડ્રોર્સે કહ્યું કે દુનિયાભરના લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટેસિંગ રાખવાના નિયમોનું કડક પણે પાલન કરવું જોઇએ. WHOએ અમેરિકા, બ્રાઝિલ, ભારત, સાઉથ આફ્રિકા અને કોલંબિયામાં કથળતી સ્થિતિ મામલે ચિંતા વ્યક્ત કરી.

    તેમણે કહ્યું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલી વેક્સીન કેટલી કારગર થશે કે નહીં તે વાત આવતા વર્ષ પહેલા નહીં ખબર પડે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી પાસ્કલ સોરિયોએ કહ્યું કે આ વાયરસના વ્યવહાર એકદમ અનપેક્ષિત છે. માટે વેક્સીનનો એક ડોઝ પૂરતો રહેશે કે નહીં તે પણ ના કહી શકાય. કંપની પણ આશા વ્યક્ત કરી છે કે આ વેક્સીન ઓછામાં ઓછા 12 મહિના સુધી પ્રભાવી રહેશે. આમ તેવી પણ સંભાવના થઇ છે કે ફ્લૂ વેક્સીનની જેમ વાર્ષિક આનો ડોઝ લેવો પડશે.
    Published by:Chaitali Shukla
    First published:July 31, 2020, 09:50 am

    टॉप स्टोरीज