Video : શું વાંદરાને પણ સતાવ્યો કોરોનાનો 'ડર'? રસ્તા પર પહેર્યો દેશી માસ્ક

News18 Gujarati
Updated: July 9, 2020, 2:00 PM IST
Video : શું વાંદરાને પણ સતાવ્યો કોરોનાનો 'ડર'? રસ્તા પર પહેર્યો દેશી માસ્ક
માસ્ક પહેરેલો વાનર

સોશિયલ મીડિયામાં માસ્ક પહેલા વાનરનો ફની વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. તમે પણ જુઓ.

  • Share this:
દેશ અને દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus) ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસ (Covid19)ના કેસ 7.42 લાખથી વધુ થઇ ગયા છે. તેવામાં લોકડાઉન (Lockdown) પછી સરકારે તમામ નાગરિકોને તેમની સુરક્ષા માટે જ્યારે પણ ઘરની બહાર નીકળો તો ચહેરા પર માસ્ક લગાવાને અનિવાર્ય કર્યું છે. પણ તેમ છતાં અનેક લોકો આ વાતને નજર અંદાજ કરે છે. જો કે માસ્ક વિના નીકળનાર લોકોનો પોલીસ દંડ પણ ઉધરાવે છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક માસ્ક પહેલા વાનરનો ફની વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

લોકો આ વીડિયોને જોઇને અલગ અલગ પ્રકારને કૉમેન્ટ કરી રહ્યા છે. કેટલાકનું આ વીડિયો જોઇને કહેવું છે કે હવે બિચારા પ્રાણીઓ પણ સમજી ગયા પણ માણસો નથી સમજતા તો કેટલાક યુઝર્સે કહ્યું આને પણ માસ્ક પહેરીને ગભરામણ થતી લાગે છે. જો કે જે પણ કારણ હોય રસ્તાના આ વાનર અને તેના ફની માસ્કનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જો કે આ વીડિયો જુનો છે. અને તેને આજની સ્થિતિને ધ્યાનમાં રાખી શેર કરવામાં આવ્યો છે.



આ વીડિયોયને મંગળવારે આઇએફએસ અફસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં દેખાય છે કે વાનરોની ટોળી રસ્તાની પાસે બેઠી છે. અને એક વાનરને કોઇ કપડું મળી જાય છે. જે પછી તે તેને ચહેરા પર બાંધીને તેની સાથે રમત કરે છે. જાણે કે ફેસ માસ્ક પહેર્યો હોય તેવું લાગે છે.

વધુ વાંચો : શોલેના સૂરમા ભોપાલી જગદીપ જાફરીએ કર્યા હતા 3 લગ્ન, કંઇક આવી છે પર્સનલ લાઇફ

લગભગ 10 સેકન્ડના આ વીડિયોમાં ચહેરા પર કપડું બાંધીને વાનર ચાલવાનો પ્રયાસ કરે છે જે પછી તે કાપડ નીકાળી દે છે. જો કે જોવામાં આ વીડિયો ખૂબ જ ફની છે. અને આજ કારણે અનેક લોકો આને પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં આ વીડિયોને 3 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે.


અને લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.
Published by: Chaitali Shukla
First published: July 9, 2020, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading