વેજીટેબલ બટર રોગપ્રતિકારક શક્તિને ઓછી કરે છે, મહારાષ્ટ્ર સરકારે તેનો રંગ બદલવાની કેન્દ્રને કરી માંગ

પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  અભિષેક પાંડેય, મુંબઇ : મહારાષ્ટ્ર સરકારે (Maharastra Goverment) દેશ અને રાજ્યમાં વધી રહેલા કોરોના મહામારી (Corona epidemic)નું કારણ વેજિટેલ બટરને પણ માને છે. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને આ મામલે એક પત્ર લખીને વેજિટેબલથી બનતા બટર અને દૂધથી બનતા બટરની વચ્ચે ફરક જાણવા માટે કેટલાક સૂચનો આપ્યો છે. દૂધથી બનતા બટર અને વેજિટેબલથી બચના બટરની રંગ બદલવાની વાત કરી છે. જેથી સામાન્ય લોકો તેને સરળતાથી ઓળખી શકે.

  મહારાષ્ટ્ર સરકારે પોતાના પત્રમાં લખ્યું કે કોરોના વાયરસના આ સમયમાં મિલ્ક પ્રોડક્ટનો લોકો વધુ ઉપયોગ કરી રહ્યા છે. પણ લોકોને તે નથી ખબર કે માર્કેટમાં મલતું સસ્તુ બટર ખરેખરમાં દૂધથી નહીં પણ શાકથી બનેલું છે. અને તેનાથી તેમની રોગ પ્રતિકારક ક્ષમતા નથી વધતી. મહારાષ્ટ્ર સરકાર તરફથી કેન્દ્રને સૂચન કરવામાં આવ્યું છે કે તે વેજીટેબલ બટરનો રંગ બદલી દે. જેનાથી લોકોને ખબર પડે કે કયું મિલ્ક પ્રોડક્ટ છે અને કયું વેજિટેબલ બટર.

  વધુ વાંચો : Maruti Suzukiની આ પ્રીમિયમ કારો પર મળી રહ્યું છે 40,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

  મહારાષ્ટ્ર સરકારે ડેયરી ડેવલપમેન્ટ મંત્રી સુનીલ કેદારે જણાવ્યું કે આ મામલે તેમણે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. અને સાથે જ મહારાષ્ટ્રમાં પણ દૂધથી બનેલા બટરને કેવી રીતે વધુ પ્રોડ્યૂસ કરવામાં આવે તે મામલે સરકારી દૂધ કંપનીઓની વાત કરવાનું તેમણે કહ્યું છે. સાથે જ મહારાષ્ટ્ર સરકાર કાનૂની સલાહ પણ લઇ રહી છે જેથી વેજિટેબલથી બનતા બટરને મહારાષ્ટ્રમાં બેન કરવાની તાજવીજ પણ હાથ લઇ શકાય.

  આમ મહારાષ્ટ્ર સરકારનું માનવું છે કે મિલ્ક પ્રોડક્ટના બદલે વેજીટેબલ બટર ખાઇને લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધુ બગડી રહી છે અને તેના કારણે તેમને મોટું નુક્શાન થઇ રહ્યું છે.
  Published by:Chaitali Shukla
  First published: