Home /News /coronavirus-latest-news /યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ કોરોના પોઝિટિવ, ચૂંટણી પહેલા ક્વૉરન્ટીન થયા

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ કોરોના પોઝિટિવ, ચૂંટણી પહેલા ક્વૉરન્ટીન થયા

ડોનાલ્ડ ટ્રમ્પ, મેલાનિયા ટ્રમ્પ (ફાઇલ તસવીર)

ડોનાલ્ડ ટ્રમ્પના એક નજીકના સલાહકાર હોપ હિક્સ કોરોના પોઝિટિવ આવ્યા બાદ રાષ્ટ્રપ્રમુખ પણ કોરોના પોઝિટિવ આવ્યા.

વોશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) યુએસના પ્રથમ મહિલા એટલે કે પોતાના પત્ની મેલાનિયા ટ્રમ્પ (Melania Trump) સાથે ક્વૉરન્ટીન થઈ ગયા છે.  બંને કોરોના પોઝિટિવ આવ્યા છે. આ અંગેની જાહેરાત ખુદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આપી હતી. આ પહેલા  તેમના એક નજીકના સલાહકાર હોપ હિક્સ કોરોના પોઝિટિવ આવ્યા  હતા. જે બાદમાં રાષ્ટ્રપ્રમુખ પણ કોરોના પોઝિટિવ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.  હોપ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટ્રમ્પ દંપતિએ ગુરુવારે રાત્રે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.

CNNના જણાવ્યા પ્રમાણે હોપ ટ્રમ્પના પ્રેસિડેન્શિયલ કેમ્પેઇનમાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ સતત રાષ્ટ્રપ્રમુખ સાથે તેમના વિમાન એરફોર્સ વનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રમ્પે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, "મોડી રાત્રે થયેલા ટેસ્ટમાં હું અમે ફર્સ્ટ લેડી કોવિડ પોઝિટિવ આવ્યા છીએ. અમે બહુ ઝડપથી અમારી ક્વૉરન્ટીન અને રિકવરી પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ. અમે સાથે મળીને કોરોના સામે લડીશું."

 આ પહેલા ટ્રમ્પે ગુરુવારે મોડી રાત્રે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે તેઓ અને મેલાનિયા ટ્રમ્પ  ક્વૉરન્ટીન થઈ રહ્યા છીએ, કારણ કે મારા એક સલાહકાર પોઝિટિવ આવ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્વીટ કર્યું હતું કે, "હોપ હિક્સ, જે વિરામ લીધા વગર આટલી મહેનત કરી રહ્યા છે, તેઓ તાજેતરમાં જ કોવિડ 19 પોઝિટિવ આવ્યા છે. ભયાનક! અને દુઃખદ." ટ્રમ્પે વધુમાં લખ્યું છે કે, "પ્રથમ મહિલા અને હું કોરોના ટેસ્ટના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છીએ. જોકે, આ દરમિયાન અમે ક્વૉરન્ટીન રહીશું."

આ પણ વાંચો: ગાંધી જયંતિ: શું તમે જાણો છો ભારત પછી વિશ્વના કયા દેશમાં ગાંધીજીની સૌથી વધારે પ્રતિમા આવેલી છે?

આ પહેલા ફૉક્સ ન્યૂઝ સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યુ હતુ કે, "હા, તેઓ (હોપ હિક્સ) કોરોના પોઝિટિવ આવ્યા છે. મને આ અંગે જાણકારી મળી છે. તેઓ ખૂબ જ મહેનતું મહિલા છે. તેણી અવારનવાર માસ્કમાં નજરે પડતી હતી, છતાં પોઝિટિવ આવ્યા છે." ઉલ્લેખનીય છે કે હોપ હિક્સ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટ્રમ્પના નજીકના જેરાર્ડ કુશનર, ડેન સ્કેવિનો અને નિકોલસ લૂના પણ ક્વૉરન્ટીન થઈ શકે છે.
First published:

Tags: Coronavirus, COVID-19, Donald trump, US, US Elections 2020, ચૂંટણી