ભારતના બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ચીનના પેટમાં તેલ રેડાયું, લદાખમાં ઘર્ષણનું આ છે કારણ!

ભારત અને ચીની સીમાની નજીક આવેલા ગામ ડર્બકના લોકોનું કહેવું છે કે દરરોજ રાત્રે અહીંથી 80 થી 90 ટ્રક જાય છે. અને આ કાફલો સેના અને સિવિલ વહાનોનો હોય છે. સાથે જ તેમાં સેનાને ગોળા-બારૂદ અને રાશન પણ સપ્લાય કરવામાં આવે છે.

સરહદ પાસે DSDBO રોડના નિર્માણ કાર્ય સામે ચીનને છે વાંધો, જાણો DSDBO રોડથી શું ફરક પડશે?

 • Share this:
  નવી દિલ્હીઃ ચીન (China) લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની સાથે પેંગોંગ સો લૅક અને ગલવાની વેલીની આસપાસના વિસ્તોરમાં ઝડપથી પોતાની સેના વધારી રહી છે. વિવાદિત ક્ષેત્રની સ્થિતિના જાણકાર લોકોએ જણાવ્યું કે ભારતીય સેના (Indian Army) તરફથી પણ ગલવાન વેલીમાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી દેવામાં આવી છે. 2017ના ડોકલામ ગતિરોધ (Doklam Row) બાદ આ સૌથી મોટો સૈનય સંઘર્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે. મૂળે, ભારતે બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હાલના વર્ષોમાં ઘણી સારા સુધાર કર્યા છે. તેના કારણે જ ચીનના પેટમાં તેલ રેડાયું છે અને હાલ ગતિરોધ ઊભો થયો છે.

  ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ, આમ તો ચીનની સામે ભારત હજુ પણ બોર્ડર ઇન્રા) સ્ટ્રક્ચરના મામલે થોડું પાછળ છે. પરંતુ દેશ સતત એ તરફ કામ કરી રહ્યું છે. લદાખથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધી 3,488 કિલોમીટર લાંબી LACના ઊંચાણવાળા વિવાદાસ્પદ વિસ્તારોમાં ભારત રોડ અને એર કનેક્ટિવિટીને લઈને ચીનને પડકાર આપી રહ્યું છે.

  DSDBO રોડ સામે ચીનને છે વાંધો

  ચીનની નારાજગીનું મુખ્ય કારણ BROની LAC સુધી ભારત તરફથી યુદ્ધસ્તરે થઈ રહેલા આધારભૂત માળખાનું નિર્માણ છે. ચીનની સરહદથી નજીકના વિસ્તારોમાં 14 હજાર 545 કિલોમીટર લંબાઈના 272 રોડનું નિર્માણ અને સુધાર કરવા માટે 2018-19થી 2022-23 સુધી બોર્ડર રોડ ઓર્વેનાઇઝેશનનો સંશોધિત દીર્ઘકાલિન રોલ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

  આ પણ વાંચો,
  ભારત-ચીન વચ્ચેનો વિવાદ ઉકેલવા મનમોહન સિંહે બનાવેલું મિકેનિઝમ મહત્ત્વનું પુરવાર થશે  આ 272 રોડમાંથી 3 હજાર 323 કિલોમીટર લંબાઈના 61 રોડનું સામરિક રૂપથી ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 2304.65 કિલોમીટર રોડનું કામ ગયા વર્ષે જ પૂરું થઈ ગયું છે.

  DSDBO રોડ બનવાથી શું ફરક પડશે?

  આ DSDBO રોડના બનવાથી એક તો DBO અને કારાકોરમ પાસ લદાખના પ્રશાસનિક-હેડક્વાર્ટર લેહ સાથે જોડાઈ ગયો છે, જયાં સેનાની 14મી કોર (ફાયર એન્ડ ફ્યૂરી કોર)નું હેડક્વાર્ટર છે. રોડ બનવાથી અહીં ભારતીય સેનાએ બન્કર, બેરેક અને ડિફેન્સ-ફોર્ટિફિકેશનનું કામ પૂરું કરી લીધું છે. જે ચીનને પસંદ નથી આવ્યું. ચીન અનેકવાર તેને લઈને આકરી આપત્તિ વ્યક્ત કરી ચૂક્યું છે. હલા પૂર્વ લદાખના ગલવાના વેલી અને પેંગોગ લેકની પાસે ફિંગચર ચાર વિસ્તારમાં નિર્માણને લઈ વિવાદ છે.

  ચીન નથી ઈચ્છતું કે ભારતના અધિકાર-ક્ષેત્રમાં આ બધું કામ થાય. તેથી ચીને ગલવાન વેલીમાં 80 બેઝ કેમ્પ બનાવી દીધા છે. એ સ્પષ્ટ છે કે રોડ નિર્માણ યોજનાઓ વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વની છે, તેથી ભારત ચીનના દબાણમાં નહીં આવે.

  આ પણ વાંચો, LAC પર ચીનનો ખતરોઃ ભારતે સામે ભર્યા આ પગલાં, આજે યોજાશે અગત્યની સમીક્ષા બેઠક
  Published by:Mrunal Bhojak
  First published: