ફ્રી કોરોના વેક્સીન વિવાદની વચ્ચે કેન્દ્રીય મંત્રી બોલ્યા- દેશને મળશે મફત વેક્સીન

કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગી

બિહારમાં ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેરપત્રમાં ફ્રી કોવિડ વેક્સીન આપવા મામલે જાહેરાત કરવામાં આવી હતી. જે પછી મંત્રીજીનું આ નિવેદન આવ્યું છે.

 • Share this:
  બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પોતાના સંકલ્પ પત્રમાં મફત કોરોના વેક્સીન આપવાનો વાયદો કર્યો છે. જે પછી વિપક્ષે આ મામલે વિરોધ નોંધાવ્યો છે. વિપક્ષીય દળો સાથે અન્ય રાજ્યોની સરકારે પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યા છે. કોરોના વેક્સીનને લઇને વધેલા રાજનૈતિક ટકરાવને જોતા હવે કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગીનું મોટું નિવેદન આવ્યું છે. સારંગી કહ્યું કે કોરોના વેક્સીન ખાલી બિહાર જ નહીં પણ સમગ્ર દેશના દરેક નાગરિકને મફતમાં આપવામાં આવશે.

  ઓડિસ્લાના બાલાસોરથી કેન્દ્રીય મંત્રી પ્રતાસ સારંગીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ મામલે પહેલા અનેક વાર વાત થઇ ચૂકી છે. અને અમે તમને કહી રહ્યા છીએ કે કોરોના વેક્સીન પૂરા દેશમાં મફત મળશે. તેમણે કહ્યું કે એક વ્યક્તિને વેક્સીન આપવાનો ખર્ચ પાંચ સો રૂપિયા છે. બાલાસોરમાં ઉપચૂંટણી વખતે પ્રચાર માટે સારંગી ગયા હતા. ત્યાં તેમણે આ વાત કરી હતી.

  ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધનમાં કોરોના વેક્સીનને લઇને ચર્ચા પર કહ્યું હતું કે અમે જલ્દી જ સારા પરિણામ મળવાની આશા છે. ભારતીય વૈજ્ઞાનિકો આ વેક્સીન કરવા પર કામ કરી રહ્યા છે. અને અમે સારા પરિણાનો આપણને ટૂંક સમયમાં જોવા મળી શકે છે.

  વધુ વાંચો : આ શખ્સે કરી દીધો શરીરનો એવો હાલ, Guinness બુકમાં નોંધાવી દીધું નામ, જુઓ VIDEO

  બિહારમાં ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેરપત્રમાં ફ્રી કોવિડ વેક્સીન આપવા મામલે જાહેરાત કરવામાં આવી હતી. તે પછી શિવસેનાએ સામનામાં કેન્દ્ર સરકાર પર મોટો હુમલો કર્યો હતો. શિવસેનાએ કહ્યું કે મફતમાં વેક્સીન ખાલી બિહારમાં જ કેમ? સમગ્ર દેશમાં કેમ નહીં?

  આ વાતનો પહેલા ઉત્તર આપો. પૂરા દેશમાં કોરોના ફેલાયેલો છે. અને આંકડો 75 લાખથી વધુ સુધી પહોંચ્યો છે. લોરો રોજ આ પર પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તેવામાં રાજ્યમાં જ્યાં વિધાનસભાની ચૂંટણી થઇ રહી છે ત્યાં જ આ પ્રકારની રાજનીતી થઇ દુખદ વાત છે. બિહારમાં ચૂંટણીથી વિકાસ ગુમ થઇ ગયો છે. તેવું સામનામાં લખવામાં આવ્યું હતું.વધુમાં કોંગ્રેસ પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
  Published by:Chaitali Shukla
  First published: