બ્રિટનના જે વૈજ્ઞાનિકે લોકડાઉનની ભલામણ કરી હતી, તે પરિણીત ગર્લફ્રેન્ડને મળી સંક્રમિત થયો

News18 Gujarati
Updated: May 6, 2020, 5:01 PM IST
બ્રિટનના જે વૈજ્ઞાનિકે લોકડાઉનની ભલામણ કરી હતી, તે પરિણીત ગર્લફ્રેન્ડને મળી સંક્રમિત થયો
પ્રોફેસર નીલ ફંગ્યૂસન અને તેમની ગર્લફ્રેન્ડ

નીલે મંગળવારે સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું ઉલ્લંધન કરીને પોતાની વિવાહિત ગર્લફ્રેન્ડથી મળવાની વાત સ્વીકારી છે.

  • Share this:
પીએમ બોરિસ જૉનસન (Boris Johnson)થી ભલામણ કરીને બ્રિટનમાં (UK)માં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેંસિંગને સખ્તીથી લાગુ કરનાર વૈજ્ઞાનિક પ્રોફેસર નીલ ફંગ્યૂસન (Prof Neil Ferguson) હવે પોતે વિવાદમાં ફસડાઇ પડ્યા છે. નીલે મંગળવારે સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું ઉલ્લંધન કરીને પોતાની વિવાહિત ગર્લફ્રેન્ડથી મળવાની વાત સ્વીકારી સરકારના સલાહકાર પદેથી રાજીનામું આપ્યું છે. નીલ ગર્લફ્રેન્ડથી મળ્યા પછી કોરોના સંક્રમતિ થયા હતા.

પ્રોફેસર નીલનું માનવું છે કે તેમણે નિયમોનું ઉલ્લંધન કરી ગર્લફ્રેન્ડને અનેકવાર પોતાના ઘરમનાં આવવા દીધી. જ્યારે તે સતત સાર્વજનિક મંચ પર લોકોને એકબીજાથી ન મળવાની અપીલ કરતા રહ્યા હતા. આ રાજીનામાની જાહેરાત કરતા તેમણે કહ્યું કે હું સ્વીકારું છું કે મેં ખોટું કર્યું છે. અને આ પછી હું આ પદથી દૂર થઇ રહ્યો છે. મને આ વાતનું ખૂબ જ ખેદ છે કે આ મહામારીને કંટ્રોલ કરવા માટે સોશિયલ ડિસ્ટેંસિંગની સતત જે જરૂરિયાત છે તે સંદેશોને મેં નજરઅંદાજ કર્યો.
ટેલીગ્રાફમાં છપાયેલી ખરબ મુજબ 51 વર્ષીય નીલની ગર્લફ્રેન્ડ 38 વર્ષીય અંતોનિયા સ્તાટ્સ બે વખત સમગ્ર લંડન શહેરને પાર કરીને પ્રોફેસરને મળવા આવી હતી. પ્રોફેસર નીલ ઇમ્પીરિયલ કોલેજ ઓફ લંડનની તે ટીમના હેડ છે

જેણે બ્રિટન સરકારને જણાવ્યું હતું કે સોશિયલ ડિસ્ટેંસિંગ અને લૉકડાઉનને લાગુ ન કર્યું તો દેશમાં દોઢ લાખ લોકોની મોત થઇ શકે છે તે વાત સમજાવી હતી. રિપોર્ટ મુજબ અંતોનિયા પહેલીવાર 30 માર્ચે પ્રોફેસરને મળી હતી. જ્યારે લંડનમાં કડકાઇથી લોકડાઉન લાગુ થયું હતું. અને બીજી વાર 8 એપ્રિલ તે નીલને મળવા પહોંચી હતી જાણવામાં આવ્યું છે કે ત્યાં સુધી તેમના પતિનામાં કોરોના વાયરસના લક્ષણ નજરે આવવા લાગ્યા હતા.

નીલે ટેલીગ્રાફ સાથે વાતચીતમાં જણાવ્યું કે મેં ખોટો નિર્ણય લીધો હતો. મને લાગ્યું કે હું ઇમ્યૂન છું. હું કોરોના સંક્રમિત હોવાના કારણે સરકારની સલાહકાર સમિતિના પદથી પોતાને અલગ કરું છું. અને બે સપ્તાહ માટે સેલ્ફ આઇસોલેશનમાં જઉં છું. હું માનું છું કે તમામ લોકોએ સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું પાલન કરવું જોઇએ. સરકારની ગાઇડલાઇન્સ તમામ પર સમાન રીતે લાગુ થાય છે.
First published: May 6, 2020, 4:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading