લોકડાઉન વચ્ચે સાવધાન! વડોદરામાં AC રીપેરિંગના બહાને વૃદ્ધાને લૂંટી, બે યુવતીઓએ ઘડ્યો હતો પ્લાન

News18 Gujarati
Updated: April 27, 2020, 8:21 PM IST
લોકડાઉન વચ્ચે સાવધાન! વડોદરામાં AC રીપેરિંગના બહાને વૃદ્ધાને લૂંટી, બે યુવતીઓએ ઘડ્યો હતો પ્લાન
પકડાયેલા યુવકની તસવીર

આજવા રોડ ખાતે એ.સી રિપેરીંગ કરવા આવેલા શખ્સે વૃદ્ધાને લૂંટી લીધી હોવાની ઘટના બની હતી. જોકે ક્રાઇમ બ્રાન્ચે (vadodara crime branch) આ લુંટારૂની ધરપકડ કરી તેની પૂછતાછ શરૂ કરી હતી.

  • Share this:
વડોદરા: કોરોના વાયરસ (coronavirus) લોકડાઉનના (lockdown) સંકંટ સમયમાં માટે મધ્યમ વર્ગીય પરિવારના કેટલાક લોકો આર્થિક સંકંટનો સામનો કરી રહ્યા છે. અને એટલે સંયમ ગુમાવી ગુનાહિત કૃત્યો આચરવા પર મજબૂર બન્યા છે. આજવા રોડ ખાતે એ.સી રિપેરીંગ કરવા આવેલા શખ્સે વૃદ્ધાને લૂંટી લીધી હોવાની ઘટના બની હતી. જોકે ક્રાઇમ બ્રાન્ચે (vadodara crime branch) આ લુંટારૂની ધરપકડ કરી તેની પૂછતાછ શરૂ કરી હતી. અને ધરપકડ લૂંટારુ પાસેથી પોલીસને લૂંટ પાછળ ચોંકાવનારો ખુલાસો થયો છે.

આજવા રોડ ભુવનેશ્વરી સોસા.માં વૃદ્ધાને લુંટનાર શખ્સ અખીલ સુથાર મુળ અમદાવાદનો રહેવાસી છે. અખીલ વડોદરામાં રહેતી જ્યોતી નામની યુવતી સાથે પ્રેમમાં હતો. જેથી જ્યોતી અને અખીલ વડોદરામાં છેલ્લા ઘણા સમયથી એક સાથે રહેતા હતા. જ્યોતી તેની એક બહેનપણી અને તેના પતિ સાથે એક જ ઘરમાં રહેતી હતી. અખીલ એ.સી રિપેરીંગનો જાણકાર છે. લોકડાઉન શરૂ થતાં જ્યોતિ અને તેની બહેનપણીને આર્થિક સંકટ ઉભું થયું હતું, પૈસાની ખેંચતાણ થતા બન્નેએ ભેગા મળી લુંટનો પ્લાન ઘડ્યો અને રવિવારે સવાર જ્યોતિ તેની બહેનપણી સાથે આજવા રોડ સ્થિત ભુવનેશ્વરી સોસા.માં પહોંચી હતી. જ્યાં બન્નેએ વૃદ્ધા કોકિલાબેન ઉપાધ્યાયને નિશાન બનાવ્યાં હતા.

આ પણ વાંચોઃ-કોરોના વોરિયર્સ! રાજકોટમાં covid-19ની સફળ કામગીરીમાં આ મહિલાનો સૌથી મોટો ફાળો

પ્લાન મૂજબ બન્ને કોકિલાબહેનના ઘરે પહોંચ્યાં અને પુછ્યું તમારે લાલજી પધારવાના છે? જેથી કોકીલાબહેનેના પાડતા, જ્યોતિની બહેનપણીએ કહ્યું મારે તમારૂ ઘર જોવુ છે, કહીં ઘરમા રેકી કરી હતી. અને વૃધ્ધાનું એસી આ ખરાબી છે. તે વાતવાતમાં જાણી જતા જ્યોતી અને તેની બહેનપણીએ એ.સી રિપોરીંગ વાત કરી વૃદ્ધાનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. થોડા સમય બાદ અખીલે વૃદ્ધાના મોબાઇલ પર ફોન કરી એ.સી રિપોરીંગ વાળો બોલુ છું કહીં ઘરે પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ-ટ્રમ્પ સરકારને અમેરિકામાં કોરોનાની સ્થિતિ સમજવામાં થઈ મોટી ભૂલ? મોતનો આંકડો 60000ને પાર પહોંચશે

જોકે વૃદ્ધાના ઘરમાં રહેતા ભાડૂઆત આ સમયે હાજર હોવાથી લૂંટ કરવી શક્ય ન હતી. જેથી અખીલે એ.સીમાં ગેસ પુરવો પડશે કહીં ગેસ લેવા માટે નિકળી ગયો હતો. જોકે એ.સીને ગેસ લીધા વિના અખીલ પાછો આવ્યો અને ફ્રીઝ રિપેર કરી આપવાના બહાને વૃદ્ધા ના ઘરમાં પ્રવેશ કરી લૂંટ કરવાની તક શોધતો હતો.આ પણ વાંચોઃ-લોકડાઉન વચ્ચે બોર્ડર ઉપર થયા લગ્ન, ચોકીમાં મંડપ અને પોલીસકર્મીએ કર્યું કન્યાદાન

આ સમયે કોકિલાબહેન ઘરમાં એકલા હોવાનો લાભ ઉઠાવી અખીલે તેમને પાછળથી ધક્કો મારી પલંગ ઉપર પાડી દીધા હતા. ત્યારબાદ જોરથી વૃદ્ધાનુ મોઢુ દબાવી સોનાની ચેઇન અને વીટીની લુંટ ચલાવી હતી.

જોકે વૃદ્ધાએ બૂમરાણ મચાવતા તેમના ભાડૂઆત દોડી આવતા અખીલ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જોકે આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા અખીલની ગર્લફ્રેન્ડ જ્યોતિ ફરાર થઇ ગઇ હતી. ક્રાઇમ બ્રાન્ચે અખીલ સુથાર અને જ્યોતિ સાથે પ્લાન ઘડી રેકી કરનાર મહિલાની ધરપકડ કરી હતી.
First published: April 27, 2020, 7:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading