સુરતમાં કોરોનાએ વધુ એક રત્નકલાકારનો લીધો ભોગ, આર્થિક ભીંસના કારણે ટૂંકાવ્યું જીવન


Updated: July 9, 2020, 9:21 AM IST
સુરતમાં કોરોનાએ વધુ એક રત્નકલાકારનો લીધો ભોગ, આર્થિક ભીંસના કારણે ટૂંકાવ્યું જીવન
પ્રતિકાત્મક તસવીર

પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ બનતા અને સતત માનસિંગ તાણ અનુભવતા  સરથાણાના રત્નકલાકારે આુઘાત કર્યો છે.

  • Share this:
સુરત : કોરોના વાયરસને  (Coronavirus) કારણે  અનેક લોકોનાં વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા છે. જેના કારણે તેમને ઘર કઇ રીતે ચલાવવું તે વિકટ પ્રશ્ન બની ગયો છે. ત્યારે સુરતમા  આ પરિસ્થિતિથી હારીને જીવન ટૂંકાવવાનાં (suicide) કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.  રત્નકલાકારનું કોરોનાને કારણે કારખાનું બંધ રહ્યુ હતું અને ઘર મોર્ગેજ કરી લીધેલી લોનના હપ્તા ચઢી જતા આર્થિક સંકડામણમાં મુકાઇ ગયો હતો.  તેના  પરિવારનું ગુજરાન ચાલવું મુશ્કેલ બનતા અને સતત માનસિંગ તાણ અનુભવતા  સરથાણાના રત્નકલાકારે બેડ રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

સુરતમાં કોરોનાને લઈને પહેલા લૉકડાઉન અને ત્યાર બાદ ઉધોગો શરુ  થયા પણ સક્ર્મણને કારણે હીરા ઉધોગ બંધ કરવામાં આવ્યો હતો. જેને લઈને અનેક રત્નકલાકર હાલમાં બેકાર બન્યા છે. ત્યારે મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામના વાતની અને હાલમાં સુરતના સાર્થના વિસરતાર આવેલા પ્રમુખ છાયા સોસાયટીમાં ઘર નં. એ/57માં રહેતા અને રત્નકલાકર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હરેશ ગોરધન સાવલીયા લોકડાઉન ને બન્યા હતા.

આ પણ વાંચો - સુરતમાં કોવિડની ગાઇડલાઇનથી એક જ દિવસમાં 45થી વધુ મૃતદેહનો અંતિમસંસ્કાર પહેલાનો વિડીયો વાયરલ

આ સાથે સાથે પોતાના ઘર પર હરેશ ભાઈએ  મોર્ગેજ કરી રૂા. 80 હજારની લોન લીધી હતી. લૉકડાઉનમાં કારખાના બંધ રહેતા લોનના હપ્તા ભરી શક્યા ન હતા અને પરિવારનું ગુજરાન ચલાવવાનું પણ મુશકેલ ભર્યુ થઇ ગયું હતું. જેથી આર્થિક સંકડામણ અનુભવી રહેલા રત્નકલાકાર ગતરોજ પોતાના ઘરે હતા તે સમયે સતત માનસિંગ તાણને લઈને આવેશમાં આવી જઈને,  માથામાં દુખાવો થાય છે એમ પત્નીને કહીને  પોતાના બેડ રૂમમાં આરામ કરવા ચાલ્યા ગયા હતા.

આ પણ જુઓ - 
રાત્રે 8 વાગ્યાના અરસામાં જમવાનું બની જતા પત્ની બોલાવવા ગઇ હતી તે અરસામાં પતિ હરેશને પંખાના હુક સાથે દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં જોઇ બૂમાબૂમ કરી મુકી હતી. જેથી 7 વર્ષનો પુત્ર તથા પડોશીઓ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા સરથાણા પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે હરેશના આપઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો - કોરોનાની સારવારમાં વપરાતા ઇન્જેક્શનના કાળાબજારનો પર્દાફાશ, દર્દીઓની ગરજ પ્રમાણે વસૂલતા હતા પૈસા
Published by: Kaushal Pancholi
First published: July 9, 2020, 9:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading