સુરત : ડુંગળી ભરેલા ટ્ર્કમાંથી 24 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો, લૉકડાઉન હળવું થતા બૂટલેગરો બેફામ

News18 Gujarati
Updated: May 20, 2020, 6:13 PM IST
સુરત : ડુંગળી ભરેલા ટ્ર્કમાંથી 24 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો, લૉકડાઉન હળવું થતા બૂટલેગરો બેફામ
પોલીસે ડ્રાઇવર ક્લિનરને ઝડપી અને સપ્લાયર તેમજ લેનારની શોધ શરૂ કરી છે.

દારૂ ભરેલા ટ્રક સાથે ડ્રાઈવર અને ક્લિનરને ઝડપી લેવામાં આવ્યાં, સુરતની કોસંબા પોલીસે બૂટલેગરોનો ખેલ ઉંધો પાડી દીધો. રાતના અંધારામાં કાળા કામ પર ખાખીનો પંજો

  • Share this:
કેતન પટેલ, સુરત : રાજ્યમાં લૉકડાઉનમાંથી રાહત અપાતા જ બૂટલેગરો સક્રિય બન્યા છે. આજે પહેલાં મોરબીમાંથી 301 પેટી વિદેશી દારૂ ઝડપાયાની ઘટના સામે આવ્યા બાદ હવે સુરતમાંથી 24 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાઈ ગયો છે. કોસંબા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન એક ટ્રેક ટ્રકની તપાસ કરાઈ છે. જેમાંથી ડુંગળીની આડમાં છુપાવેલો 24 લાખનો વિદેશી દારૂ મળી આવે છે. જેથી પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રક સાથે ડ્રાઈવર-ક્લિનરને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં લૉકડાઉન હળવું બન્યું હોવા છતાં પોલીસ કડક પેટ્રોલિંગ કરી રહી છે અને ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. સાંજે 7.00 વાગ્યાથી સવારે 7.00 વાગ્યા દરમિયાન કર્ફ્યૂ લાગુ છે તેવામાં કોસંબા પોલીસના એએસઆઈ કકસનરાવ તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ બાપાભાઈને બાતમી મળી હતી. જેના આધારે ટ્રક નંબર એમએત 18એમ 5668ને કિમ ચાર રસ્તાથી કિમ ગામ તરફ જતાં રસ્તા પર વોચ ગોઠવીને ઝડપી લેવાની તૈયાર કરાઈ હતી. ટ્રક આવાં તેને ઈશારો કરી સાઈડમાં રોકવા માટે કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :  સુરત : દેખાવો વખતે પરપ્રાંતીયનું મોત, પત્ની બાળક નિરાધાર બન્યા, ઓરિસ્સામાં અમરોલી પોલીસ સામે ગુનો દાખલ

પોલીસે ઈશારો કર્યો હોવા છતાં ટ્રક ડ્રાઈવર અમદાવાદથી મુંબઈ જતા રોડના સર્વિસ રોડ પરથી ટ્રકને કિમ ચાર રસ્તા માંડવી રોડ તરફ દોડાવવા લાગ્યો હતો. જેથી પોલીસને ટીમે પીછો કરીને માંડવીના ભાટકોલ ગામના પાટીયા પાસે ટ્રકની સાથે ડ્રાઈવરને પકડ્યો હતો. ડ્રાઈવરે પુછપરછમાં તેનું નામ અજુનગ કુમાર વંશરાજ યાદવ રહે. નૌગરેહી ગામ લંબાહુ તાલુકો ઉત્તરપ્રદેશના વતની હોવાનું કહ્યું હતું. જ્યારે ક્લિનરનું નામ યોગેશભાઈ શંભુભાઈ મિસ્ત્રી ભરૂચનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું.

આ પણ વાંચો :   સુરત : Lockdownમાં રાહત મળતા લુખ્ખાઓ બેફામ! એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને ઢસડી માર માર્યો

4608 બોટલ વિદેશી દારૂ ઝડપાયોટ્રકમાંતપાસ દરમિયાન પોલીસને ડુંગળીની આડમાં છુપાવેલો 384 પેટી દારૂ જેમાંની 4608 બોટલ તેની અંદાજે કિંમત 23 લાખ 4 હજાર આસપાસ થાય છે. સાથે જ ડુંગળીની 115 બોરી જેની કિંમત 17 હજાર બસ્સો રૂપિયા અને રોકડા 16 હજાર એકસો પચાસ રૂપિયા મળ્યાં હતાં. ટ્રકની કિમત 7 લાખ અને 3 મોબાઈલની કિંમ 20 હજાર પાંચસો રૂપિય મળી કુલ 30 લાખ 57 હજાર નવસોનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
First published: May 20, 2020, 6:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading