સુરત મનપાનો સપાટો, એકજ દિવસમાં 3 હજારથી વધુ દુકાનો બંધ કરાઇ, 1.06 લાખનો દંડ વસૂલ્યો

સુરત મનપાનો સપાટો, એકજ દિવસમાં 3 હજારથી વધુ દુકાનો બંધ કરાઇ, 1.06 લાખનો દંડ વસૂલ્યો
સુરત મનપાનો સપાટો, એકજ દિવસમાં 3 હજારથી વધુ દુકાનો બંધ કરાઇ, 1.06 લાખનો દંડ વસૂલ્યો

કુલ મળીને 217 નાગરિકો પાસેથી 93,900 રૂપિયાનો દંડ વસૂલાયો

  • Share this:
સુરત : શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને મનપા દ્વારા તેના એસઓપીનું પાલન નહીં કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. સોમવારે દિવસ દરમિયાન મનપા દ્વારા ત્રણ હજાર જેટલી દુકાનો બંધ કરીને સપાટો પાડી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત કતારગામના બે હીરાના કારખાના તથા નાગરિકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન થતા મનપા દ્વારા કુલ 1.06 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

શહેરમાં કોરોના વાયરસની મહામારી છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહી છે. જેમાં અનલોક દરમિયાન હીરાના કારખાના સહિત ઘણાખરા અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ ધંધાની શરૂઆત કરી દીધી છે. એક તરફ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે બીજી બાજુ શહેરમાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એસઓપીના નિયમના ઉલ્લંઘન સાથે વ્યવસાયમાં સ્પીડ પકડી રહ્યા છે. એવામાં મનપા દ્વારા યોગ્ય ગાઇડલાઇન પ્રમાણે અલગ-અલગ વ્યવસાય માટે એસઓપીના નિયમ બનાવવામાં આવ્યા છે.આ પણ વાંચો - રાજકોટ : દીકરીના લવમેરેજ પરિવારને ના ગમ્યા, દીકરીનું અપહરણ કરી તેના પતિની હત્યા કરી નાખી

સોમવારે મનપા દ્વારા સંપૂર્ણ સપાટો પાડી દેવામાં આવ્યો હતો. જેમાં 7 પાનના ગલ્લા, 2607 કરિયાણાની દુકાનો સહિતની અન્ય દુકાનો,1601 શાકભાજીની લારીઓ ઉપરાંત 663 પાથરણાવાળાઓએ એસઓપીના નિયમનું ઉલ્લંઘન કરતા કુલ 3000 જેટલી દુકાનોને બંધ કરાવી દેવામાં આવી હતી.

જ્યારે કતારગામ વિસ્તારમાં આવેલ બંબાવાડી નજીક શ્વેત જેન્સ હીરાના કારખાનામાં કારીગરોના કોરોના વાયરસના ટેસ્ટની વિગતો નહીં રાખતા પાંચ હજારનો દંડ કરાયો હતો. જ્યારે પ્રમુખ જેમ્સ હીરાના કારખાનામાં માસ્કનો ઉપયોગ નહીં કરતા આઠ હજારનો દંડ કરાયો હતો. 110 લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરતા 47,000નો દંડ,100 લોકોને માસ્ક નહીં પહેરતા 44,300નો દંડ, 4 લોકોને સેનિટાઈઝરનો યોગ્ય ઉપયોગ નહીં કરતા 2000નો દંડ, ત્રણ લોકોને થુંકવા માટે 600નો દંડ. આમ કુલ મળીને 217 નાગરિકો પાસેથી 93,900 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. જયારે મનપા દ્વારા સોમવારે દિવસ દરમિયાન કુલ મળીને 1.6 લાખનો દંડ વસૂલાયો હતો.

ગણેશ વિસર્જનને લઈને પ્રતિબંધ હોવાથી પોલીસ મુકવામાં આવી

મંગળવારે શહેરમાં દુંદાળા દેવની વિદાય થશે. આ વર્ષે કોરોનાની મહામારીને લઈ જાહેરમાં ગણેશજીની સ્થાપના કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તે જ રીતે શહેરનાં તાપી નદી પરના તમામ ઓવારા પર ગણેશજીની પ્રતિમાનાં વિસર્જન પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેને લઇને નાવડી ઓવારા પર બેરીકેટ મૂકી ઓવારો બંધ કરી દેવાયો છે. કોઈ મૂર્તિનું કુદરતી ઓવારા, દરિયા કિનારા કે કુદરતી-કૃત્રિમ તળાવમાં વિસર્જન ન કરે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Published by:Ashish Goyal
First published:August 31, 2020, 23:23 pm

टॉप स्टोरीज