રિયલ હીરો : હજારો મજૂરોને બસમાં મોકલ્યા બાદ સોનુ સુદે આખી ટ્રેન બૂક કરી 1200 પરપ્રાંતીયોને ઘરે મોકલ્યા

રિયલ હીરો : હજારો મજૂરોને બસમાં મોકલ્યા બાદ સોનુ સુદે આખી ટ્રેન બૂક કરી 1200 પરપ્રાંતીયોને ઘરે મોકલ્યા
સોનુ સુદે આખી ટ્રેન બાંધી અને મજૂરોને સ્વખર્ચે ઘરે મોકલ્યા

બૉલિવૂડના હિરોની દિલેરીના ચર્ચા વિશ્વમાં, જે કામ સરકાર કરે તેના કરતાં વધુ સારું અને સ્વખર્ચે કર્યુ

 • Share this:
  મુંબઈ : કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીના કારણે પ્રવાસી મજૂરોને પોતાના વતનમાં જવાની ફરજ પડી હતી. આ મજૂરોને (migrant workers)ને પોતાના ઘર સુધી પહોંચાડવામાં સરકારે જે કામ કર્યુ તેના કરતાં વધુ સારી રીતે અને સ્વખર્ચે બૉલિવૂડના હીરો સોનુ સુદે (Sonu sood)એ કરી બતાવ્યું હતું. સોનું સુદ બૉલિવૂડના એ રિયલ લાઇફ હીરો છે જેણે અત્યારસુધી હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરોને સ્વખર્ચે બસ બાંધીને ઘરે મોકલ્યા હતા. હવે એક ભાવૂક વીડિયો સામે આવ્યો છે જેમાં સોનુ સુદે આખી ટ્રેન બૂક કરીને 1200 મજૂરોને મુંબઈથી બિહાર અને ઉત્તર પ્રદેશ મોકલ્યા હતા. સોનુ સુદે થાણેથી એક આખી ટ્રેન બાંધીને પ્રવાસી મજૂરોને ઘરે મોકલતાં ફરી તેની વાહવાહી થઈ રહી છે.

  અભિનેતા સોનુ સૂદ 18-18 કલાક કામ કરીને પરપ્રાંતીય મજૂરોને સતત મદદ કરી રહ્યો છે. તેમની ટીમ લોકોની મદદ માટે રાત-દિવસ રોકાયેલી છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સોનુ સૂદ સોમવારે મુંબઇથી એક ખાસ ટ્રેનમાં પરપ્રાંતિય મજૂરોને રવાના કરી રહ્યો છે. આ દરમિયાન, તે સ્ટેશન પર પહોંચ્યો અને ટ્રેનની ગોઠવણોની માહિતી લીધી હતી. આ દરમિયાન તેમણે મુસાફરોને સામાજિક અંતર બનાવવાની વાત જણાવી હતી. વીડિયોમાં બાળકો અને મહિલાઓ પણ ખાવા પીવાની વ્યવસ્થા અંગે વાત કરતા જોવા મળે છે.


  સોનુ સૂદે મહારાષ્ટ્ર સરકારની સહાયથી આ કામ પૂર્ણ કર્યું. વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સોનુ સૂદ લોકોને મળતો અને અલવિદા કહેતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે લોકોને કહે છે કે હવે ઘરે જાવ અને જલ્દી પાછા આવો. આ વીડિયોમાં લોકો સોનુ સૂદનો આભાર પણ કહેતા જોવા મળે છે. વીડિયોના છેલ્લામાં, તે ટ્રેન છોડી રહ્યો છે.
  Published by:News18 Gujarati
  First published:June 02, 2020, 14:23 pm

  ટૉપ ન્યૂઝ