વૈજ્ઞાનિકોએ શોધી કોરોના વાયરસથી લડવા માટે સક્ષમ એન્ટીબૉડી, શોધમાં કર્યો આ દાવો

News18 Gujarati
Updated: October 20, 2020, 11:20 AM IST
વૈજ્ઞાનિકોએ શોધી કોરોના વાયરસથી લડવા માટે સક્ષમ એન્ટીબૉડી, શોધમાં કર્યો આ દાવો
પ્રતિકાત્મક તસવીર

શોધકર્તા મુજબ આ એન્ટીબોડી તે લોકોના કામમાં આવશે જેની કોરોના વાયરસ સંક્રમણ થઇ ચૂક્યું છે.

  • Share this:
કોરોના વાયરસ (Coronavirus)ની સારવાર શોધવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો યુદ્ધ સ્તરે કામ કરી રહ્યા છે. કોવિડ 19ની રસી અને દવા વિકસિત કરવા માટે અનેક દેશોના વૈજ્ઞાનિકો એકજૂટ થયા છે. કોરોના વાયરસને લઇને રોજ નતી નવી શોધ અને જાણકારી પણ બહાર આવી રહી છે. આ વચ્ચે અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક લેબ ટેસ્ટિંગ પ્રક્રિયા વિકસિત કરી છે. જેતેમણે એન્ટીબોડીની ઓળખ કરવામાં સહાયક સાબિત થશે. જે આપણી કોષિકાઓમાં થનારા કોરોના વાયરસ સંક્રમણથી આપણને બચાવે છે. આ શોધથી કોરોના વાયરસની સારવારમાં મદદ મળવાની આશા બંધાયેલી છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, કોરોના વાયરસથી ઠીક થયેલા દર્દીના શરીરમાં એન્ટિબોડીઝ થવાની સંભાવના છે. પણ તે જાણી શકાયું નથી કે તેમના શરીરમાં ઇમ્યુનિટી કેટલી વિકસિત થઈ છે. કેટલાક એન્ટિબોડીઝ શરીરની રક્ષા કરે છે જ્યારે કેટલાક એન્ટિબોડીઝ શરીરને નુકસાન પહોંચાડે છે.

ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડૉ. શાન લૂ લિયૂના જણાવ્યા મુજબ, હાલમાં ઘણી પ્રકારની શોધ ઉપલબ્ધ છે જે એન્ટિબોડીઝને ઓળખવામાં મદદ કરે છે. પરંતુ આ આપણને તે નથી જણાવતી કે શું તેઓ એન્ટિબોડીઝને નિષ્ક્રીય કરી શકે છે? આપણે ફક્ત તેમના દ્વારા જાણીએ છીએ કે વ્યક્તિના શરીરમાં કેટલી એન્ટિબોડીઝ હાજર છે.

ડૉ.લિયૂની આ સંશોધનનાં વરિષ્ઠ સંશોધનકાર છે. તેમનું આ સંશોધન જેસીઆઈ ઇનસાઇટ જર્નલમાં પ્રકાશિત થયું છે. સંશોધનકારોના મતે, આ પરીક્ષણ તે જાણવામાં મદદ કરે છે કે એન્ટિબોડીમાં બચાવ ક્ષમતા છે કે કેમ? આવી સ્થિતિમાં, તે દર્દીને ફરીથી ચેપથી બચાવી શકે છે.

વધુ વાંચો : 5-10 રૂપિયાના આ સિક્કા તમને માલામાલ કરી શકે છે, મળી શકે છે 10 લાખ રૂપિયા

આ સંશોધન દ્વારા એવા પુરાવા મળ્યા છે કે આઇસીયુમાં દાખલ બધા દર્દીઓએ શરીરમાં ખરાબ એન્ટિબોડીઝને દૂર કરવાની ક્ષમતા વિકસિત થઇ છે. વધુમાં, પ્લાઝ્મા ડોનર અને આરોગ્ય કાર્યકરોમાં નિમ્ન સ્તરની એન્ટિબોડીઝ મળી આવી હતી.વધુમાં તે પણ જાણવા મળ્યું છે કે આ રોગ જેટલો ગંભીર હશે, તેટલા જ શરીરમાં વધુ એન્ટિબોડીઝ ઉત્પન્ન થશે.

આવી સ્થિતિમાં, તેના શરીરમાં ચેપ પછી વિવિધ એન્ટિબોડીઝ બનાવવાનો સમય વધી જશે. સંશોધનકારોના મતે, આ પરીક્ષણનો ઉપયોગ એવા લોકોને એન્ટિબોડીઝ આપવા માટે થઈ શકે છે, જેમણે કોરોના વાયરસનું ચેપ થઇ ગયો છે. ત્યારે હવે જોવાનું તે રહે કે આ શોધની લોકોને કેટલો ફાયદો થાય છે.
Published by: Chaitali Shukla
First published: October 20, 2020, 11:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading