ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી તલવારબાજી શીખવશે રવીન્દ્ર જાડેજા!

News18 Gujarati
Updated: May 14, 2020, 10:39 PM IST
ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી તલવારબાજી શીખવશે રવીન્દ્ર જાડેજા!
ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી તલવારબાજી શીખવશે રવીન્દ્ર જાડેજા!

ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja)રમતની સાથે-સાથે પોતાની તલવારબાજી માટે પણ ઓળખાય છે

  • Share this:
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja)રમતની સાથે-સાથે પોતાની તલવારબાજી માટે પણ ઓળખાય છે. રવીન્દ્ર જાડેજાના વીડિયો હંમેશા સોશિયલ મીડિયા ઉપર ધમાલ મચાવે છે અને ગુરુવારે પણ આવું જ થયું હતું. જાડેજાએ એક નવો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેમાં તે ટીમ ઇન્ડિયાના ડ્રેસમાં જોવા મળે છે અને આ પછી તલવારબાજીની જેમ બેટ ઘુમાવતો જોવા મળે છે. જાડેજાએ આ વીડિયો કોરોના વાયરસ સામે લડવા માટે બનાવ્યો છે. જાડેજા વીડિયોમાં લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી રહ્યો છે.

જાડેજાની તલવારબાજી અને સંદેશો
જાડેજા પોતાના ઘરના ગાર્ડનમાં જોવા મળી રહ્યો છે. જ્યાં ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને પોતાની સ્ટાઇલમાં ઉજવણી કરી અને લોકોને લૉકડાઉનનું પાલન કરવાનો સંદેશો આપ્યો હતો. જાડેજાએ વીડિયો ટ્વિટ કરીને તેના કેપ્શનમાં લખ્યું હતું કે હજુ પણ કોરોના વાયરસ સામે લાંબી લડાઇ બાકી છે. આપણે બધા પોતાની ભૂમિકા ભજવી રહ્યા છીએ. લોકોના જીવ બચાવવા માટે ઘરે જ રહો.આ પણ વાંચો - ચાર તબક્કામાં ટીમ ઇન્ડિયા કરશે મેદાનમાં વાપસી, બીસીસીઆઈની તૈયારી પૂરી

જાડેજાનો આ વીડિયો પ્રશંસકોને ઘણો પસંદ પડી રહ્યો છે. લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું કે નિવૃત્તિ લીધા પછી તમારે તલવારબાજી શીખવાડવી જોઈએ. અન્ય પ્રશંસકે કહ્યું કે ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી તલવારબાજી પ્રશિક્ષણ કેન્દ્ર ખોલજો, તમારી અંદર તલવાર વિંઝવાની અદભૂત ક્ષમતા છે. એક પ્રશંસકે લખ્યું કે વાહ રાજપૂત બોય બેટ જ તલવાર છે. ક્રિકેટ કોઈ જંગથી ઓછી થોડી છે. જડ્ડુ રોક્સ.ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા રવીન્દ્ર જાડેજા સામે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ મોરચો ખોલ્યો હતો. રવીન્દ્ર જાડેજા પર જાતિવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. જાડેજા પોતાના દરેક વીડિયોમાં રાજપૂત બોય હેશટેગનો ઉપયોગ કરે છે, જેનાથી કેટલાક લોકોને પરેશાની થઈ રહી છે. જોકે જાડેજાએ ફરીએ આ હેશટેગનો ઉપયોગ કરીને આવા લોકોને જવાબ આપ્યો છે.
First published: May 14, 2020, 10:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading