કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'ચાઇનીઝ ફૂડ વેચતી હોટલને કરો બેન, લોકો કરે બૉયકૉટ'

News18 Gujarati
Updated: June 18, 2020, 5:25 PM IST
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'ચાઇનીઝ ફૂડ વેચતી હોટલને કરો બેન, લોકો કરે બૉયકૉટ'
રામદાસ આઠવલે

'ચાઇનીઝ ફૂડ વેચતા રેસ્ટોરેંટ્સ પર પ્રતિબંધ મૂકો' : રામદાસ

  • Share this:
ભારત-ચીન સીમા (India-China Face Off) પર બંને દેશોની સેનાઓ વચ્ચે લોહિયાળ સંધર્ષ પછી દેશભરમાં ચીની સામાન પર પ્રતિબંધ (Ban Chiness Goods)ની માંગ ઉઠી છે. અનેક રાજનૈતિક દળો આ મામલે પોતાનો રોષ વ્યક્ત કરી ચૂક્યા છે. જેમાં હવે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે (Ramdas Athawale) પણ જોડાયા છે. રામદાસ આઠવલે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ચાઇનીઝ ફૂડ (Chinese Food) વેચતા રેસ્ટોરેંટ્સ પર પ્રતિબંધ મૂકો. રામદાસ આઠવાલે કહ્યું કે આ સિવાય હું લોકોને અપીલ કરું છું કે તે ચાઇનીઝ ફૂડનો બહિષ્કાર (Boycott Chiness Food) કરે"

ઉલ્લેખનીય છે કે લદાખની ગલવાન ખીણમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે હિંસક અથડામણ થયું હતું. જેમાં 20 જવાબ શહીદ થયા છે. અને ચીની સેનાના પણ 40 જવાન ઇજાગ્રસ્ત થયા છે. જો કે ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઇને લાંબા સમયથી ચીની વસ્તુઓના બાયકોટની વાત પર જોર આપવાનું કહેવામાં આવી રહ્યું હતું. પણ 20 જવાનોની શહીદી પછી આ મુદ્દાએ જોર પકડ્યું છે.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Restaurants selling Chinese food should be banned. I appeal to people to boycott Chinese food: Union Minister Ramdas Athawale <a href="https://t.co/PoY0Udfule">pic.twitter.com/PoY0Udfule</a></p>&mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1273513215373176832?ref_src=twsrc%5Etfw">June 18, 2020</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

ઉલ્લેખનીય છે કે ભારતમાં જ્યારે કોરોના વાયરસના થોડાક જ કેસ સામે આવ્યા હતા ત્યારે પણ રામદાસે ગો કોરોના ગોનો નારો આપ્યો હતો. અને આ નારો પણ ખૂબ ચર્ચાનું કારણ બન્યો હતો. આ પર લોકોએ ગીતો પણ બનાવ્યા છે. હવે ચીન પર તેમની આ ટિપ્પણી પછી ગો ચાઇના ગો ટ્રોપ ટેન્ડ કરી રહ્યો છે. લોકોએ તો એ પણ સવાલ કર્યો છે કે શું ગોબી મન્ચ્યૂરિયન ભારતીય છે કે ચાઇનીઝ? આ પર પણ લોકોના રસપ્રદ રિએક્શન આવી રહ્યા છે.
First published: June 18, 2020, 5:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading