રાહુલ ગાંધીએ એક્સપર્ટ્સને પૂછ્યુ - ભાઇ ક્યારે આવશે કોરોનાની વેક્સીન? મળ્યો આ જવાબ

News18 Gujarati
Updated: May 27, 2020, 12:01 PM IST
રાહુલ ગાંધીએ એક્સપર્ટ્સને પૂછ્યુ - ભાઇ ક્યારે આવશે કોરોનાની વેક્સીન? મળ્યો આ જવાબ
રાહુલ ગાંધીની વાતચીત

'ભારતમાં સોફ્ટ લોકડાઉન હોવું જોઇએ' : પ્રોફેસર જોહાન

  • Share this:
દુનિયાભરમાં કોરોના સંક્રમતિના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. તે વચ્ચે ભારત (Covid19 India) પર તેની અસર અને લોકડાઉન (Lockdown In India) ખોલવાના ઉપાયો માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) હાર્વર્ડના સ્વાસ્થય વિશેષજ્ઞ આશીષ ઝા (Asish Jha) અને પ્રોફેસર જોહાન (Prof. Johan Giesecke) સાથે ઓનલાઇન વાતચીત કરી છે. રાહુલ ગાંધીનો આ ત્રીજો વાર્તાલાપ છે આ પહેલા તે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રધુરામ રાજન અને નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી સાથે પણ વાત કરી ચૂક્યા છે.

બુધવારે થયેલી વાતચીતમાં હાર્વર્ડમાં સ્વાસ્થય વિશેષજ્ઞ આશીષ ઝાએ કહ્યું કે લોકડાઉન પછી હવે અર્થવ્યવસ્થા ખુલી ગઇ છે. ઝાએ કહ્યું કે કોવિડ 19 '12 થી 18 મહિનાની જ સમસ્યા છે' તેનાથી 2021 પહેલા છૂટકારો નથી મળવાનો. તેણે કહ્યું કે વધુ જોખમ વાળા ક્ષેત્રોમાં ઝડપથી તપાસની રણનીતિ અપનાવવાની જરૂરી છે. સ્વાસ્થય વિશેષજ્ઞ ઝાએ કહ્યું કે આપણે મોટી મહામારીના સમયમાં પ્રવેશી ગયા છીએ. આ વૈશ્વિક મહામારી તમે જે જુઓ છો તે છેલ્લી નથી.આ દરમિયાન રાહુલે પુછ્યું કે તે જણાવો કે કોરોનાની વેક્સીન ક્યારે આવશે. તો તેના જવાબમાં ઝાએ કહ્યું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતા વર્ષ સુધીમાં તેની વેક્સીન આવી જશે. વાતચીત દરમિયાન રાહુલ કહ્યું કે મેં કેટલાક અધિકારીઓને પુછ્યું કે ટેસ્ટિંગની સંખ્યા ઓછી કેમ છે? તો તેમનું કહેવું હતું કે જો ટેસ્ટિંગ કરીશું તો નંબર વધશે અને તેનાથી લોકોમાં ડર બેસી જશે. જો કે આ અધિકારીઓએ અધિકૃત રીતે આ વાત સ્વીકારવાની ના પાડી.
corona virus btn
corona virus btn
Loading