રાહુલ ગાંધીએ અમિત શાહ પર કર્યો પ્રહાર, કહ્યુ- બધાને ખબર છે સીમાની હકીકત

રાહુલ ગાંધી

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે પૂર્વ લડાખમાં સીમા વિવાદ ચાલી રહ્યો છે.

 • Share this:
  સીમા સુરક્ષાને લઇને ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ના નિવેદન પર કોંગ્રેસ (Congress)નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ આ વખતે શાયરીના માધ્યમથી કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ લખ્યું કે 'બધાને ખબર છે સીમાની હકીકત, પણ દિલ બહલાને કો 'શાહ-યદ' યે ખયાલ અચ્છા છે'

  અમિત શાહે રવિવારે બિહારથી જોડાયેલી ડિજિટલ રેલી દરમિયાન કહ્યું કે ભારતની રક્ષા નીતિને વૈશ્વિક સ્વીકૃતિ મળી ચૂકી છે. સંયુક્ત રાજ્ય અમેરિકા અને ઇઝારાયલ પછી સમગ્ર વિશ્વ આ વાતથી સહમત છે કે જો કોઇ અન્ય દેશ પોતાની સીમાઓની રક્ષા કરવામાં સક્ષમ છે તો તે છે ભારત. ગૃહ મંત્રી અમિત શાહના આ નિવેદનને ટ્વિટર પર શેર કરતા રાહુલ ગાંધીએ શાયરીમાં લખ્યું - તેમણે જે લખ્યું છે તે બધાને ખબર છે કે 'સીમા'ની હકીકત શું છે, પણ દિલ ખુશ કરવા માટે 'શાહ-યદ' આ ખ્યાલ સારો છે.

  ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે પૂર્વ લડાખમાં સીમા વિવાદ ચાલી રહ્યો છે. સીમા પર બંને દેશોના સૈનિક તૈનાત છે અને આ સ્થિતિ પર કાબુ મેળવવા માટે અનેક રાઉન્ડ વાતચીત ચાલી રહી છે. જો કે આ વાતચીતનો હજી સુધી કોઇ હલ નથી આવ્યા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા પણ કેન્દ્ર સરકાર પાસેથી આ મામલે જવાબ માંગ્યો હતો. આ પહેલા રાહુલ ગાંધીએ ચીન મામલે સરકારના મૌન પર પણ સવાલ ઉઠાવ્યા હતા.  ભારત ચીન સીમા વિવાદનો ઉકેલ લાવવા ભલે બંને દેશો ડિપ્લોમેસીથી વાતચીત કરવાનો રસ્તો પસંદ કરી રહ્યા હોય. પણ હકીકત તે પણ છે કે ચીની સેના સતત યુદ્ધની તૈયારીઓમાં વ્યસ્ત છે. તિબ્બત બોર્ડર યુદ્ધ અભ્યાસ પછી હવે ચીન ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં પહાડો પર યુદ્ધ લડવાનો અભ્યાસ કરી રહી છે. ચીની સરકારી મીડિયા સતત ચીની સેનાના યુદ્ધ અભ્યાસના વીડિયો શેર કરી રહી છે. જેથી ભારત પર દબાણ વધારી શકાય.
  Published by:Chaitali Shukla
  First published: