• Home
  • »
  • News
  • »
  • coronavirus-latest-news

દેશમાં જલ્દી શરુ થઈ શકે છે સાર્વજનિક પરિવહન, સરકાર તૈયાર કરી રહી છે ગાઈડલાઈન્સ : ગડકરી

દેશમાં જલ્દી શરુ થઈ શકે છે સાર્વજનિક પરિવહન, સરકાર તૈયાર કરી રહી છે ગાઈડલાઈન્સ : ગડકરી
દેશમાં જલ્દી શરુ થઈ શકે છે સાર્વજનિક પરિવહન, સરકાર તૈયાર કરી રહી છે ગાઈડલાઈન્સ : ગડકરી

હવે ચીન સાથે કોઈ વેપાર કરવા નથી માંગતા. તેવામાં આપણે તેનો લાભ લેવો જોઈએ - નીતિન ગડકરી

  • Share this:
    નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ સંક્રમણના (Coronavirus)કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસ સંક્રમણના (Covid 19)ના 49,391 કેસ આવી ગયા છે. સાથે જ 1,694 લોકોના મોત થયા છે. દેશમાં કોવિડ-19ના પ્રસારને રોકવા માટે 17 મે સુધી લૉકડાઉન (Lockdown)લગાવામાં આવ્યું છે. તેવામાં દેશમાં બસ, રેલ, મેટ્રો, અને હવાઈ પરિવહન સહિત બઘા સાર્વજનિક પરિવહન (Public transport) સેવા બંધ છે. તેવામાં કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin gadkari) બુધવારે જાણકારી આપી કે દેશમાં જલ્દી સાર્વજનિક પરિવહન સેવાઓ ફરીથી શરુ કરવામાં આવશે. સરકાર તેને લઈને ગાઈડલાઈન્સ તૈયાર કરી રહી છે. તેમાં સોશિયલ ડિસ્ટનસિંગ જેવા નિયમ લાગુ રહેશે.

    કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બુધવારે બસ એન્ડ કાર ઑપરેટર્સ કૉન્ફેડેરેશન ઑફ ઈન્ડિયાના સદસ્યો સાથે વાત કરતી વખતે આ પ્રતિક્રિયા આપી હતી. આ ચર્ચા વીડિયો કૉન્ફરન્સ દ્વારા થઈ હતી.



    આ પણ વાંચો - હવે સાતમી મેના રોજ વિદેશથી ભારત નહી આવી શકે ફસાયેલા ભારતીય, આ કારણે થશે લેટ- રિપોર્ટ

    પેસેન્જર ટ્રાન્સપોર્ટ ઈન્ડસ્ટ્રીઝની વિભિન્ન માંગો પર નીતિન ગડકરીએ કહ્યું, કે સરકાર તેમની હરસંભવ મદદ કરશે. ગડકરીના કહેવા મુજબ તે સતત પીએમ મોદી અને વિત્ત મંત્રી નિર્મલા સીતારમણના સંપર્કમાં છે. બંને ભારતીય અર્થવ્યવસ્થાને ઉપર લાવવાના પ્રયાસમાં લાગેલા છે.

    નીતિન ગડકરીએ નિવેશકો અને ઈન્ડસ્ટ્રીઝને કોવિડ-19 સંકટના સમયમાં આ લાભ ગ્લોબલ માર્કેટમાં કબજાદારી વધારીને ઉઠાવવાની સલાહ આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોરોના વાયરસ મહામારીના કારણે અર્થવ્યવસ્થા ચમરાઈ ગઈ છે. હવે ચીન સાથે કોઈ વેપાર કરવા નથી માંગતા. તેવામાં આપણે તેનો લાભ લેવો જોઈએ. જાપાનના પ્રધાનમંત્રી પણ રોકાણ માટે ઈન્ડસ્ટ્રીને સુગમ બનાવી રહ્યા છે. ભારતીય અર્થવ્યવસ્થાને આગળ વધારવાનો આ સૌથી શ્રેષ્ઠ મોકો છે.

    કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભારતીય ઈન્ડસ્ટ્રીઝે વિદેશી કંપનીઓને પોતાની સાથે કામ કરવા અને નિવેશ કરવા માટે આમંત્રિત કરવી જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કે દેશ અને ઈન્ડસ્ટ્રી સાથે મળીને કોરોના વાયરસ મહામારીના કારણે નીચે જતી અર્થવ્યવસ્થાને સંભાળી લેશે.
    Published by:News18 Gujarati
    First published:May 06, 2020, 20:01 IST

    ટૉપ ન્યૂઝ