સુરતઃ સુરતના (surat) ખટોદરા પોલીસનો (Khatodara police) દાદાગીરી વીડિયો સોશિયલ મીડિયામાં (social media) વાયરલ થયો હતો. જેમાં ભટાર અલ્થાણ રોડ પર આવેલ સંકલ્પ શોપીંગ સેન્ટર પાસે એક સિકયુરીટી ગાર્ડને બે પોલીસ કર્મચારીઓ બરબર્તા પુર્વક મારી રહ્યા છે. આ વિડયો વાયર થતા ખટોદરા પોલીસનો આ ચેહરો સામે આવ્યો હતો. જેથી વિડયોમાં દેખાઇ રહેલા બંન્ને પોલીસ જવાનોને તાત્કાલીક અસરથી સ્સપેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
ખટોદરા પોલીસની હદમાં પોલીસ કર્મીઓની ક્રૂર દાદાગીરી સામે આવી હતી. ભટાર રોડના સંકલ્પ શોપિંગ સેન્ટરમાં ચોકીદારી કરી રહેલ વૉચમૅન તેજબહાદુરને શનિવારે ખટોદરા પોલીસના બે કોન્સ્ટેબલોએ બેરહેમી પૂર્વક માર માર્યા હોવાનો એક વીડિયો સી.સી.ટીવી કેમરામાં કેદ થયો હતો. જ મુજબ ખટોદરા પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલો પૈકી રણજિત સીંગ અને બલભદ્રએ ખુલ્લેઆમ સોશ્યલ ડિસ્ટર્ન્સિંગનો ભંગ તો કર્યો જ હતો. સાથે સાથે વોચમેન ઉપર લાઠીઓની વર્ષા કરી રહ્યા હતા. પોસ્ટેના કોન્સ્ટેબલો દબંગગીરી કરીને વોચમેન પર લાઠીઓની વર્ષા કરી રહ્યા છે.
શનિવારે રાત્રિ ના સમયે બન્ને પોલીસ કર્મી ઓ કોઈ રાહદારી ને બાઇક પર બાળજબરી થી બેસાડીને ક્યાં લઈ ગયાના વીડિયો પણ સીસી ટીવીમાં કેદ થયા હતા. વીડિયો જોઈને સવાલએ થઈ રહ્યો છે કે શું તેઓ ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગના ઉલ્લંઘનનો ગુનો નથી બનતો? ખટોદરા પોલીસ નો આ વિડિયો થયો સોશીયલ મિડિયામાં બહોળા પ્રમાણમાં વાઈરલ થયો હતો.
રાજ્ય પોલીસ વડા દ્વારા એક વાહન ઉપર એક વ્યક્તિની પરવાનગી આપી છે. તો ખટોદરા પોલીસ મથકના કોન્સ્ટેબલ રણજિત સીંગ અને બલભદ્ર મોટરસાયકલ ઉપર ત્રણ સવારી કઈ રીતે લઈ જઈ શકે? શું રાહદારીને પોલીસ સ્ટેશન સુધી લઈ જવાયો કે રસ્તામાં જ સેટિંગ કરીને ઘરે પરત કરાયો તે ચર્ચાનો વિષય બન્યો છે.
ખટોદરા પોલીસનો ક્રૂરતા પૂર્વકનો વીડિયો જોઈને સામાન્ય જનતાના પણ હેરાન થઇ છે. વાયરલ થયેલા આ વીડિયોની ગંભીરતા સુરત શહેર પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટે બને કોન્સ્ટેબલો પર તુરંત પગલાં લઇ તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્સ કર્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર