લૉકડાઉનમાં મોદી સરકાર તમામ બેરોજગારોને દર મહિને આપી રહી છે 3500 રૂપિયા? જાણો સાચી હકીકત

News18 Gujarati
Updated: May 5, 2020, 10:57 AM IST
લૉકડાઉનમાં મોદી સરકાર તમામ બેરોજગારોને દર મહિને આપી રહી છે 3500 રૂપિયા? જાણો સાચી હકીકત
પ્રતિકાત્મક તસવીર

Fake News: સરકાર બેરોજગારોને 3500 રૂપિયા આપી રહી છે તેવો મેસેજ મળે તો ગેરમાર્ગે દોરવાતા નહીં

  • Share this:
નવી દિલ્હીઃ હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક નવો મેસેજ વાયરલ (Viral Message) થઈ રહ્યો છે. તેમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર તમામ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે. જો આપને વોટ્સએપ (Whatsapp) પર આવો સંદેશ મળે તો સાવધાન થઈ જજો. કારણ એ છે કે આ મેસેજ ખોટો (Fake Message) છે. તેમાં કરવામાં આવેલો દાવો અને આપવામાં આવેલી બ્લોગ લિંક નકલી છે. સરકારે આ નામની કોઈ સ્કીમ શરૂ નથી કરી. ખોટા મેસેજમાં બેરોજગારોને રજિસ્ટ્રેશન કરાવવા માટે કહેવામાં આવ્યું છે જે બિલકુલ ગેરમાર્ગે દોરનારું છે.

ખોટા મેસેજમાં શું કહેવામાં આવ્યું છે?

એક વોટ્સએપ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ‘પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા યોજના’ હેઠળ ભારત સરકાર તમામ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા યોજના 2020માં પોતાનું રજિસ્ટ્રેશન કરાવો. આ યોજના અંતર્ગત તમામ યુવા બેરોજગારોને 3500 રૂપિયા દર મહિને આપવામાં આવશે. રજિસ્ટ્રેશનન કરાવવા માટે નીચે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરીને પોતાનું ફોર્મ ભરો. રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ 15 મે 2020 છે. બેરોજગારી ભથ્થું પ્રાપ્ત કરવાની યોગ્યતા ધોરણ-10 પાસ છે. બેરોજગારની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.


આ પણ વાંચો, ભારતને પ્રોત્સાહક પેકેજની જરૂરિયાત, જે હજુ સુધી નથી થયું : અભિજીત બેનર્જી

જાણો શું છે હકીકત

પ્રેસ ઇર્ન્ફોમેશન બ્યૂરો ફેક્ટ ચેકના અધિકૃત ટ્વિટર એકાઉન્ટે આ મેસેજની હકીકત જણાવી છે. પોતાની પોસ્ટમાં તેઓએ કહ્યું કે, કરવામાં આવેલો દાવો અને આપવામાં આવેલા બ્લોગની લિંક Fake છે. ભારત સરકાર દ્વારા આવી કોઈ યોજના અમલમાં નથી. પીઆઈબીએ કહ્યું કે આવા ફેક ન્યૂઝ (Fake News)ને ફેલાવશો નહીં.

આ પણ વાંચો, PhonePeથી ઘરે બેઠા કરો મોટી કમાણી, 500 રૂપિયાના રોકાણથી કરો શરૂઆત
First published: May 5, 2020, 10:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading