માસ્ક નહીં પહેરવા પર આ દેશમાં થશે લોકોની ધરપકડ, દંડરૂપે વસૂલાશે મોટી રકમ

માસ્ક નહીં પહેરવા પર આ દેશમાં થશે લોકોની ધરપકડ, દંડરૂપે વસૂલાશે મોટી રકમ
પ્રતિકાત્મક તસવીર

આ હેઠળ દરિયા કિનારે બેસવા પર પણ મનાઇ છે.

 • Share this:
  કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને જોતા સ્પેન (Spain)માં સખત નિયમ લાગુ કરવામાં આવ્યા છે. નવા કાનૂન મુજબ સ્પેનમાં પબ્લિક ટ્રાસપોર્ટમાં માસ્ક (Mask) ન પહેરવા પર તમારી ધરપકડ થઇ શકે છે. સાથે જ આ સ્થિતિમાં તમારે ભારે રકમનો દંડ પણ ચૂકવવાનો રહેશે. સ્પેનમાં સોમવારે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. લોકોને ભીડભાડ વાળા રસ્તામાં માસ્ક પહેરવું અહીં ફરજીયાત કરવામાં આવ્યું છે. જ્યાં 2 મીટર સોશ્યલ ડિસ્ટેંસિંગના નિયમનું પાલન ના થઇ શકે ત્યાં માસ્ક પહેરવું ફરજીયાત છે.

  સ્પેનના હેલ્થ કેર મિનિસ્ટરે કહ્યું કે નવા આદેશો વિષે વિસ્તારપૂર્વક માહિતી થોડા દિવસમાં આપવામાં આવશે. આ હેઠળ દરિયા કિનારે બેસવા પર પણ મનાઇ છે. દરિયા કિનારે સોશિયલ ડિસ્ટેંસિંગના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. અને ઓછા લોકોની વચ્ચે જ બીચ પર જવાની છૂટ અપાઇ છે.  સ્પેનની સરકારે માસ્કનો નિર્ણય વિભિન્ન વિસ્તારોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત પછી લીધો છે. આ નિર્ણય સ્પેનમાં કોરોના વાયરસના કારણે થનાર મૃત્યઆંક વધવાથી લેવામાં આવ્યો છે. ગત 24 કલાકમાં સ્પેનમાં 59 લોકોથી વધુની મોત થઇ છે. સ્પેનમાં છેલ્લા બે દિવસથી મૃત્યુઆંક 100થી નીચે રહ્યા છે. રવિવારે 87 લોકોની મોત થઇ છે. આ પછી સ્પેનમાં હવે ધીરે ધીરે પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે. ધ સનની રિપોર્ટ મુજબ સ્પેનમાં બ્રિટનના લોકો માસ્ક પહેરવાના આદેશને અપનાવી નહતા રહ્યા. અનેક બ્રિટિશ નાગરિક પબ અને બારમાં માસ્ક વગર નજરે પડ્યા હતા.

  માર્ચ 13થી પોતાના ઘરમાં રહેતા લોકોને પ્રતિબંધોમાં છૂટ આપતા લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા. સોમવારે અહીં હોટલ ફરી ખોલવામાં આવ્યા હતા. અને અનેક હોટલ નજીવા ગ્રાહકોના કારણે ખુલી નહતી. આ વચ્ચે સ્પેનના વડાપ્રધાને પેડ્રો સાંચેજે કહ્યું કે તે ઇચ્છે છે કે દેશમાં સ્ટેટ ઓફ ઇમરજન્સી 24 મે પછી પણ લગાવવામાં આવે. પણ આ છેલ્લી વાર હશે. જો કે સ્પેનમાં હાલ બહારથી આવતા લોકોને 14 દિવસ ક્વોરંટાઇનમાં રહેવાનો નિયમ છે. અને ઇમરજન્સી દૂર કર્યા પછી તેમાં પણ છૂટ આપવામાં આવશે.
  First published:May 19, 2020, 18:34 pm